AMC દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે, નાગરિકોને પણ મળશે `આ` લાભ
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને 5 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક રાખ્યો છે. મ્યુનિસિપલ નર્સરીમાં ગળો, અરડૂસી, અશ્વગંધા જેવા આયુર્વેદ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પણ વિતરણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે.
મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો એક જૂનથી અમલ શરૂ
આ ઉપરાંત તેમણે કહ્યું કે મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી હતી જેનો 1જૂનથી અમલ શરૂ થઈ ગયો છે. સદર યોજના અંતર્ગત 1 લાખ 81 હજાર કરદાતાઓએ ટેક્ષ જમા કરાવ્યો છે. તેમજ મનપાને 25 જૂન સુધી રૂપિયા 129.40 કરોડની આવક થઈ છે. મધ્યઝોનમાં રૂ.16.26 કરોડ, ઉતરઝોનમાં રૂ.6.76 કરોડ, દક્ષિણઝોનમાં રૂ. 8.42 કરોડ, પૂર્વઝોનમાં રૂ.9.48 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.44.62 કરોડ, ઉતરપશ્ચિમઝોનમાં રૂ.25.49 કરોડ અને દક્ષિણપશ્ચિમઝોનમાં રૂ.18.28 કરોડની આવક એડવાન્સ મિલ્કતવેરા પેટે થઈ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube