અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી ઈજનેર અધધ કહેવાય તેવી 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ એએમસીના ડેપ્યુટી એન્જિનિયર મનોજ સોલંકીને રંગેહાથે ઝડપી લીધા હતા. આ ઘટના બાદ એએમસીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. આ ડેપ્યુટી એન્જિનિયરે એક હાઉસિંગ પ્રોજેક્ટ મામલે લાંચ માંગી હતી. આમ, કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી લાંચના છટકામાં ઝડપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી


પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ સોલંકી નામના ડેપ્યુટી ચીફ એન્જિનિયર હાલ કોર્પોરેશનના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. ત્યારે આ પહેલા તેમનુ પોસ્ટીંગ આવાસ યોજનાના મકાન ફાળવણી વિભાગમાં હતું. તે દરમિયાન મનોજ સોલંકીએ મકાન ફાળવણી મામલે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 1 લાખ રૂપિયાની લાંચ લેતા તેઓ રંગેહાથે ઝડપાઈ ગયા હતા. અમદાવાદના મ્યુનિસિપિલ કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી આવી રીતે પકડાતા હવે કોર્પોરેશનના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. હાલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 


શુ છે સમગ્ર લાંચનો કિસ્સો...
એક જાગૃત નાગરિકે સરકારની ઈકોનોમીકલી વિકર સેક્શન હેઠળ ફાળવવામા આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ સાથે હાઉસીંગ વિભાગમાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ આવાસની ફાળવણી ન થતાં ફરીયાદી હાઉસીંગ બોર્ડની ઓફિસમાં તપાસ કરવા ગયા હતા. ત્યારે ડેપ્યુટી ઈજનેર મનોજ સોલંકીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, પોતાની ઓળખાણથી તેઓ આ કામ કરાવી શકે છે. આ માટે તેઓએ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે પેટે ફરીયાદીએ 2.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ કામ થયુ ન હોવાથી મનોજ સોલંકીએ ફરીયાદીનો ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી મનોજ સોલંકીએ ફરિયાદીનો સંપર્ક કરી તેની પાસેથી 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે આ મામલે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે એસીબીએ છટકાનું આયોજન કરીને મનોજ સોલંકીને 1 લાખ રૂપિયા ચૂકવતા પકડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...