અર્પણ કાયદાવાલા, અમદાવાદ: રાજ્યમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક બાદ હવે માસ્ક મામલે પણ ઈ-મેમો મળશે. શહેરમાં લાગેલા CCTV નેટવર્કની મદદથી માસ્ક ન પહેરેલી વ્યક્તિને ઈ-મેમો ફટકારવામાં આવશે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 કેસ, 31 મૃત્યુ, 392 દર્દી ડિસ્ચાર્જ


કોરોનાનો સામનો કરવા માટે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સતત આ જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. અમદાવાદમાં AMCની માસ્ક અંગેની ઝુંબેશ યથાવાત છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 149 ટીમે 847 કેસ કરી 1,69,400નો દંડ વસુલ કર્યો છે.


આ પણ વાંચો:- કોરોના વાયરસની આફતને અવસરમાં પલટી આ યુવા અમદાવાદીઓએ, જાણો સમગ્ર અહેવાલ


અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ત્રણ દિવસથી શહેરમાં માસ્ક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા. ત્યાકે AMC દ્વારા 3 દિવસમાં 2495 કેસ કરી કુલ 4.99 લાખનો દંડ વસુલ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube