અતુલ તિવારી/અમદાવાદ :હાલ કોરોના મહામારીમાં બાળકો ઓનલાઈન (online education) ભણવા મજબૂર બન્યા છે. જેના માટે મોબાઈલ અને કમ્પ્યૂટરની ખાસ જરૂર પડે છે. પણ એ પરિવારના સંતાનોનું શું, જેમની પાસે મોબાઈલ અને કોમ્પ્યૂટર નથી. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોની અનોખી પહેલ સામે આવી છે. અમદાવાદના એક ગાર્ડનમાં બાળકોને એકઠા કરી સરકારી શિક્ષકો દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ


કોરોના મહામારીમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ના રહે એ માટે અનોખી પહેલ શરૂ કરી છે. કોરોનામાં ઓનલાઈન શિક્ષણ મજબૂરી બની છે, એવામાં મોબાઈલ, ઈન્ટરનેટ જેવી સુવિધા ના હોય એવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ (ahmedabad) માં ખાસ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઘરમાં એકથી વધુ બાળક હોય, એક જ મોબાઈલ હોય, એ પણ પિતા સાથે લઈ જતા હોય ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે આવા બાળકોનું શિક્ષણ ના બગડે તેની કાળજી લેવાની પહેલ કરી છે. જુદા જુદા વિસ્તારોમાં ગરીબ બાળકોને અભ્યાસ આપવાની પહેલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : ગુમ સ્વીટી પટેલ કેસ : શંકાના ઘેરામાં આવેલ PI પતિને FSL ટેસ્ટમાં પૂછાયા ભાવનાત્મક સવાલો


અમદાવાદની થલતેજ પ્રાથમિક શાળા નંબર 2 ના બાળકોને ગોવર્ધન પાર્ટી પ્લોટ ખાતે અભ્યાસ (open class) કરાવાઈ રહ્યો છે. સવારે 7.30 થી 9.30 સુધી બાળકોને અહી ભણાવવામાં આવે છે. એક, બે અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓનો હાલ અહી અભ્યાસ ચાલે છે. સ્કૂલમાં હાલ બાળકોને અભ્યાસ કરાવી નથી શકાતો, એવામાં બાગ - બગીચામાં બાળકોને સોશિયલ ડિસ્ટનસિંગ સાથે બેસાડીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી તેમજ ખાનગી શાળાઓની મોંઘી ફી જોતા હવે અનેક વાલીઓ સરકારી શાળાઓ (government schools) તરફ વળી રહ્યા છે. વાલીઓ ખાનગી શાળાઓનો મોહ છોડી સરકારી શાળા તરફ જઈ રહ્યા છે. આ વર્ષે મોટી સંખ્યામાં ખાનગીમાંથી સરકારી શાળામાં વાલીઓએ પ્રવેશ લીધા છે.