Ahmedabad News: એક દિવસ પહેલા જ અમદાવાદની પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી, પરંતુ હવે 5 સ્ટાર હોટલની વાનગી ખાતા પહેલા સાવધાન થઈ જજો. 5 સ્ટાર હોટલનો ચસ્કો પણ હવે તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે. નામ બડે ઔર દર્શન ખોટે જેવા અમદાવાદમાં આવેલી હયાત હોટલના હાલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની નામચીન હયાત હોટલનું કિચન સીલ કરી દેવામાં આવ્યું છે. જી હા...વસ્ત્રાપુર હયાત હોટલની વાનગીમાંથી વંદો નીકળ્યો છે. હોટલમાં પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણકારી ફૂડ વિભાગને કરતા AMCએ હયાત હોટલના કિચનને સીલ કરી દીધું છે.



આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવેલી ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળતા ત્યાં ખળભળાટ મચી ગયો હતો. હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને આ અંગે જાણ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા.