અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અત્યાર સુધી તમે ગાર્ડનમાં મફતમાં ફરવા જતા હશો, પરંતુ હવે તે વાત ભૂલી જજો. અમદાવાદમાં આવેલા મોન્ટેકાર્લો ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે હવે નાગરિકોએ ફી ચુકવવી પડશે. PPP મોડલથી અમદાવાદમાં બનેલા મોન્ટેકાર્લો અને સિંધુ ભવન રોડ પર બનેલા ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે ફી ચુકવવી પડશે. તંત્ર દ્વારા આ બંને ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે ફી નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ગાર્ડનમાં જવા માટે આપવા પડશે પૈસા
અમદાવાદમાં કોર્પોરેશને પીપીડી મોડલ દ્વારા મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડનમાં મુલાકાત માટે જતાં લોકોએ હવે 10 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. તંત્ર દ્વારા આ ગાર્ડનમાં ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગાર્ડનમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી પ્રવેશ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી જો નાગરિકો ગાર્ડનની મુલાકાતે જશે તો 10 રૂપિયા ચુકવવા પડશે.


આ પણ વાંચોઃ આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહી


વાર્ષિક પાસની પણ યોજના
મહત્વનું છે કે આ પહેલા ગોટીલા ગાર્ડનમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો. હવે તંત્રના નિર્ણય બાદ નાગરિકોએ 10 રૂપિયા ચુકવવા પડશે. કોર્પોરેશન દ્વારા આ માટે વાર્ષિક પાસ યોજના પણ શરૂ કરી છે. જો કોઈ વાર્ષિક પાસ લેશે તો તેને એક મહિનાનું કન્સેશન આપવામાં આવશે. જે લોકો સભ્ય હશે તે ડિજિટલી એન્ટ્રી કરી શકે તે માટે પણ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જિમ્નેશિયમ અને સ્વિમીંગ પૂલમાં ખોટી રીતે પ્રવેશ કરનાર લોકો સામે પગલાં પણ ભરવામાં આવશે. 


તંત્ર દ્વારા ભલે બે ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે નાગરિકો પાસેથી ફી લેવાની શરૂઆત કરવામાં આવી હોય પરંતુ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આગામી સમયમાં શહેરના અન્ય ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે પણ ફી આપવી પડશે.