આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં અતિભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ માટે આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે ચોમાસાની વિદાય નજીક છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. એક તરફ ભાદરવાની ગરમી પડી રહી છે. બીજીતરફ હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. એટલે કે હજુ રાજ્યમાં વરસાદની સંભાવના છે.
24 તારીખે આ જિલ્લામાં આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો 24 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય વાત કરવામાં આવે તો આણંદ, દાહોદ, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, દીવ અને બોટાલમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
25 સપ્ટેમ્બરે અહીં પડી શકે છે વરસાદ
25 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં વરસાદની સંભાવના છે. બુધવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તો ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાડમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે.
26 તારીખ માટે આ છે આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી પણ વરસાદ પડી શકે છે.
27 તારીખે આ વિસ્તારમાં આગાહી
27 સપ્ટેમ્બરે આણંદ, નર્મદા, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે.
28 તારીખે અહીં પડી શકે છે વરસાદ
28 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના છે.
Trending Photos