Ahmedabad News : નવા વર્ષે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને મોટી રાહત મળી શકે છે. હજારો લોકો માટે મોટી સમસ્યા બની ગયેલી ખારીકટ કેનાલના વિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોર્પોરેશન તેના આ સૌથી મોટા પ્રોજેક્ટ માટે હાલ તો ગંભીર દેખાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારના રહીશોને ટૂંક સમયમાં ખારીકટ કેનાલની વર્ષો જૂની સમસ્યાથી રાહત મળવા રહી છે. ગંદકીથી ખદબદતી આ કેનાલની જગ્યાએ આવનારા સમયમાં રસ્તા જોવા મળશે. 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે 1200 કરોડ રૂપિયાનાં ખર્ચે શરૂ કરેલા પ્રોજેક્ટની કામગીરી સતત આગળ વધી રહી છે. કોર્પોરેશનના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જેને જોતાં નવા વર્ષનાં પહેલા  દિવસે શહેરનાં મેયર કિરીટ પરમાર કામગીરીનું નિરીક્ષણ કરવા સાઈટ પર પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે ખારીકટ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 


આ પણ વાંચો : 


દેશભરમાં ભડકેલા જૈનોના સમર્થનમાં આવ્યા ઔવેસી, આપી દીધું મોટું નિવેદન


ફ્લાવર શો નિહાળવા અડધુ અમદાવાદ ઉમટ્યું, અટલ બ્રિજ ઉપર હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ


નરોડાથી વિંઝોલ સુધીની ખારીકટ કેનાલના વિકાસનો પ્રોજેક્ટ સિંચાઈ વિભાગ અને એએમસીનો સંયુક્ત પ્રોજેક્ટ છે. વર્લ્ડ બેંકે પણ પ્રોજેક્ટ માટે ફંડની જોગવાઇ કરી છે. ખારીકટ કેનાલનું કામ પાંચ તબક્કામાં કરવાનું આયોજન છે, આ માટે પાંચ જુદી જુદી કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે. પ્રોજેક્ટની વિશેષતાઓની વાત કરીએ તો કેનાલ પર વાહનવ્યવહાર માટે રોડ બનાવવામાં આવશે. રોડની નીચે સિંચાઈના પાણીના સપ્લાય માટે પ્રિકાસ્ટ બોક્સમાંથી કેનાલ તૈયાર કરાશે. કેનાલની સફાઈ માટે ગેટ પણ બનાવવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન પણ નાંખવામાં આવશે. જીઆઇડીસીની મેગા લાઇનના શિફ્ટિંગનું કામ સૌપહેલા કરવામાં આવી રહ્યું છે. 


નવસારીના ધના રૂપા થાનક પાસે મળ્યો 18 મી સદીનો ખજાનો, જૂના પીપળા નીચે દટાયેલો હતો