AMCના 586 કર્મચારીઓની એક ઝાટકે ટ્રાન્સફરના આદેશ, જાણો કયા કારણોસર લેવાયો આ મોટો નિર્ણય
અમદાવાદ મનપાના ઈજનેર વિભાગના 586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર કરાયા છે. AMC કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે. એક જ ઝોનમાં 1 હજાર દિવસથી વધુ કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની મોટાપાયે બદલીનો તખ્તો તૈયાર કરી રહી હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો હતો. આ સંદર્ભે અમદાવાદ મનપાએ 1000 દિવસ કરતા વધુ સમયથી એક પદ પર રહેલા કર્મીઓની બદલીના આદેશ કર્યો છે. ઇજનેર વિભાગના 586 કર્મચારી અધિકારીઓની બદલી કરાઈ છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા
586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર
અમદાવાદ મનપાના ઈજનેર વિભાગના 586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર કરાયા છે. AMC કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે. એક જ ઝોનમાં 1 હજાર દિવસથી વધુ કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે. અગાઉ અહેવાલોમાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે તબક્કામાં મળી અંદાજે 1500 કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં પ્રથમ તબક્કા હેઠળ 1000 કરતા વધુ કર્મચારીઓની આંતરિક બદલી થઇ શકે છે. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે.
અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! માર્ચ-એપ્રિલ મહિનો કાળ બની ત્રાટકશે!
એક જ સ્થળે 1000 દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની નજરમાં હોય તેવું ભાસી રહ્યું હતું. વર્ષ 2016 બાદ પ્રથમવાર આટલા મોટા પાયે બદલી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ચૂંટણી પહેલા નાના પાયે બદલી પ્રક્રિયા કરાઈ હતી. જેમાં ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે. પોતાની બદલી ક્યાં વિભાગ અને વોર્ડમાં થશે એ બાબતને લઈને તમામ સ્ટાફમાં ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
સુંદર મહિલાના ચક્કરમાં ફસાયો રત્નકલાકાર: રૂમમાં ઉતાર્યો બીભત્સ વીડિયો, પછી આ રીતે...
ચૂંટણી પહેલા મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાયો હતો, હવે AMCના કર્મચારીઓની મોટાપાયે બદલીનો તખ્તો તૈયાર કરાયો છે. જેમાં બે તબક્કામાં અંદાજે 1500 કર્ચમારીઓ અને અધિકારીઓના બદલીના સમાચારે વાતાવરણ ગરમાયું હતું. માત્ર આગામી દિવસોમાં પ્રથમ તબક્કાની બદલી થવાની હતી, જેમાં કોની બદલી થશે તે તો નક્કી નહોતું. પરંતુ બે તબક્કામાં બદલીઓના સમાચાર મળી રહ્યા હતા. પરંતુ હા... પ્રથમ તબક્કામાં 1 હજારથી વધુ કર્મચારીઓની આંતરિક બદલી થવાની ધારણા હતી. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે.
હોળી રમતા તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને હાથ નાંખ્યો અને.... અભિનેત્રીનો સનસની ખુલાસો
એક જ સ્થળે 1 હજાર દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની નજરમાં હતા. જેમાં ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે.