અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી (Ahmedabad Municipal Corporation Election) આવી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ શહેરમાં સત્તા કબજે કરી લીધી છે. તો દર વખતની જેમ કોંગ્રેસને આ વખતે પણ નિરાશા હાથ લાગી છે. અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલ-મસ્લિમીન (AIMIM) ખાતુ ખોલાવવામાં સફળ થઈ છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM કુલ 8 સીટો જીતવામાં સફળ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વોર્ડમાં આખી પેનલ વિજેતા
અમદાવાદના જમાલપુર બોર્ડમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની પેનલ વિજયી બની છે. અહીં AIMIMના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસને આ વોર્ડમાં ઝટકો લાગ્યો છે. તો શહેરના મુકત્તમપુરા વોર્ડમાં પણ એઆઈએમઆઈએમ પાર્ટીએ ચારેય સીટ જીતી લીધી છે. આમ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવાર ઉભા રાખનાર ઓવૈસીની પાર્ટીના 8 ઉમેદવારો જીત્યા છે. જમાલપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. હવે AIMIM એ અહીં કોંગ્રેસ પાસેથી આ વોર્ડ આંચકી લીધો છે. 

અમદાવાદનું અત્યાર સુધીનું પરિણામ
અમદાવાદમાં કુલ 48 વોર્ડ છે. અત્યાર સુધી 47 જેટલા વોર્ડનું પરિણામ આવી ગયું છે. ભાજપ અહીં 165 સીટો પર આગળ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસને અત્યાર સુધી 15 સીટો મળી છે. AIMIM આઠ સીટો જીતી ચુક્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube