સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતી અમદાવાદની 4 ફેમસ રેસ્ટોરન્ટ્સ સીલ કરાઈ
લોકડાઉન ખૂલતા જ અમદાવાદ ફરીથી ધમધમતુ થયું છે. લોકોમાં જાણે કોરોનાના ડર રહ્યો ન હોય તે રીતે લોકો વર્તી રહ્યાં છે. આવામાં દુકાને દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગના અભાવના કારણે amc એ શનિવારની મોડી રાતે પણ કાર્યવાહી કરી હતી. એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે. તો ગઈકાલે અમદાવાદના સેન્ટ્રલ મોલને પણ સીલ મારવામાં આવ્યું હતું. પંચવટી ચાર રસ્તા પાસે આવેલ સેન્ટ્રલ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભાવ જોવા મળતા તેને પણ સીલ મારવામાં આવ્યુ હતું.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :લોકડાઉન ખૂલતા જ અમદાવાદ ફરીથી ધમધમતુ થયું છે. લોકોમાં જાણે કોરોનાના ડર રહ્યો ન હોય તે રીતે લોકો વર્તી રહ્યાં છે. આવામાં દુકાને દુકાને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગના અભાવના કારણે amc એ શનિવારની મોડી રાતે પણ કાર્યવાહી કરી હતી. એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે. તો ગઈકાલે અમદાવાદના સેન્ટ્રલ મોલને પણ સીલ મારવામાં આવ્યું હતું. પંચવટી ચાર રસ્તા પાસે આવેલ સેન્ટ્રલ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભાવ જોવા મળતા તેને પણ સીલ મારવામાં આવ્યુ હતું.
સેન્ટ્રલ મોલમાં કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. મનપાના પશ્ચિમ ઝોન દ્વારા મોલને સીલ કરવામાં આવ્યો છે. એએમસીએ ચેકિંગમાં તપાસ્યું કે, દરેક ફ્લોર પર ટ્રાયલ રૂમ ખુલ્લા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.
Big Breaking : ગુજરાતમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે
ઉલ્લેખનીય છે કે, કોરોના કેસો અમદાવાદમાં સામાન્ય થવાનું નામ નથી લેતા. ત્યારે બીજી તરફ વેપાર ઘંધામાં કમાણી કરી લેવાનાં ઈરાદે વેપારીઓ પોતાની દુકાનોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું પણ ભૂલી રહ્યા છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં કેટલાક દિવસોથી અમદાવાદમાં સખ્ત કાર્યવાહી કરી છે. તાજેતરમાં અમદાવાદમાં અનેક દુકાનો તથા મોલને સીલ મારવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ વન મોલ, મેમનગરમાં આવેલ મેકડોનલ્ડ અને પ્રહલાદ કોર્પોરેટર રોડ પર આવેલ સેવીયર ફાર્મસ્યુટીક્લ કંપની, શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ, બાપુનગર સ્થિત ટોરેન્ટ પાવરનુ વિજ બિલ કલેકશન સેન્ટર, પ્રહલાદ નગરમાં આવેલ રિલાયન્સ ડીજીટલ તથા સેજપુરમાં આવેલ ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. દંડની જોગવાઈ હોવા છતાં પણ શેહરીજનો અને મોલ સંચાલકોમાં અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા AMC એ સીલ કરવાની કાર્યવાહી કરવાની જરૂર પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર