અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસી દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે. નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવશે. જેમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરાશે. એએમસીએ 150 પેરા મેડિકલ સ્ટાફ, 10 ડોક્ટર ફાળવણી, પ્રત્યે ટીમ 10 દર્દીઓની આરોગ્ય તપાસણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અબ્દુલ મુસ્તાક શેખનું 38 વર્ષની વયે હાર્ટ એટેક આવતા મોત


અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાંઓની સમીક્ષા કરવા આજે સાબરમચી રિવર ફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઇ.એસ.એસ., તેમજ જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કિમિશનર ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના મુદ્દા જેવા કે, સંજીવની રથ, 104 રથ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.


આ પણ વાંચો:- ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, કર્યો પ્રવેશ શુદ્ધિ યજ્ઞ


આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની દરરોજ તપાસ થાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે 'કોરોના ઘર સેવા: સંજીવની વાન'ની શરૂઆથ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ પેરા મેડિકલ સ્ટાફની એક ટીમ તૈયાર કરવામાં આવશે. જેમના દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના ક્ષેત્રમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની દરરોજ મુલાકાત લઇ તેમની તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:- આવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન


જેમાં તેમનું બલ્ડ પ્રેશર, ઓક્સિજન લેવેલ તથા શરીરનું તામમાન, નસના ધબકારાનો દર, શ્વાસોશ્વાસનો દર તથા અન્ય રોગ વિશેની જાણકારી મેળવવામાં આવશે. આ ઉપરાંત તેમને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. ત્યારે દરેક ટીમ પાસે તેને લગતા જરૂરી સાધન સામગ્રી જેવા કે, બલ્ડ પ્રેશર માપવાનું મશિન, થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટરપ વગેરે હશે. આ સાથે વિટામીન-સી, વિટામીન-ડી તથા અન્ય જરૂરી દવાઓ પણ હશે.


આ પણ વાંચો:- અમદાવાદમાં નવા 11 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર


આ માટે તાલીમ પામેલ નર્સિંગ તેમજ પેરામેડીકલ સ્ટાફની 75 ટીમ બનાવવામાં આવી છે. જેમાં પ્રત્યેક ટીમમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. આવી દરેક 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. આ ડોક્ટર ટીમ દ્વારા આપવામાં આવેલી દર્દીની માહિતી મુજબ જરૂરિયાતમંદ દર્દીના ઘરની મુલાકાત લઇ જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીને શરીરમાં પાણીની જરૂરીયાત, પોષક આહાર, ગરમ પાણીથી કોગળા, સ્વચ્છતા જાળવવા તથા નિયમિત રીતે સાબુ અથવા સેનેટાઇઝરથી હાથ ધોવા અંગેની સલાહ આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube