AMC નો યૂ ટર્ન: અમદાવાદ કોર્પોરેશન આ 15 પ્લોટની નહી કરે હરાજી
16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ તંત્રએ યુ ટર્ન માર્યો છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા 16 પ્લોટ (Plot) નું વેચાણ કરી આવક મેળવવામાં આવશે. જે કરોડોની આવક (Income) થશે તેનો વિકાસ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. 16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ તંત્રએ યુ ટર્ન માર્યો છે. તંત્રનું કહેવું છે કે શહેરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં વધુ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી હરાજી નહીં કરવામાં આવે. અહીં મહત્વનું છે કે 16 પ્લોટ પૈકીનો એક પ્લોટ (Plot) વેચાયો હતો.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા બોડકદેવ (Bodakdev) ના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓન લાઇન હરાજી કરવામાં આવી હતી અને તેને કારણે કોર્પોરેશનનએકસો એકાવન કરોડ છોતેર લાખ અઠ્ઠાણુ હજારની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ 1,88,000 પ્રતી ચોરસ મીટર રાખવામા આવી હતી. જેમા તંત્રને પ્રતી ચોરસ મીટર 1,88, 300 ભાવ મળ્યો છે. આમ નક્કી કરેલ કરતા વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી છે.
Cabinet meeting: રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીને લઇને પ્રદીપસિંહ જાડેજાએ કહી આ વાત
મહાનગરપાલિકા દ્વારા જે પ્લોટ હરાજી માટે મૂક્યા હતા તેની પર નજર કરીએ તો.....
એરિયા | ચોમીમાં | હેતુ | તંત્ર દ્વારા નક્કી કરેલ તળિયાનો ભાવ પ્રતિ ચોમી |
થલતેજ | 1098 | સેલ ફોર રેસિડેન્સ | 14000 |
થલતેજ | 9822 | સેલ ફોર રેસિડેન્સ | 177800 |
થલતેજ | 2293 | સેલ ફોર રેસિડેન્સ | 121000 |
બોડકદેવ | 12833 | સેલ ફોર રેસીડેન્સ | 188000 |
બોડકદેવ | 7577 | સેલ ફોર કોમર્શીયલ | 228000 |
બોડકદેવ | 8060 | સેલ ફોર કોમર્શીયલ | 188000 |
બોડકદેવ | 3469 | સેલ ફોર કોમર્શીયલ | 188000 |
નિકોલ | 3337 | સેલફોર રેસીડેન્સ | 70000 |
નિકોલ | 4435 | સેલફોર રેસીડેન્સ | 70000 |
વસ્ત્રાલ | 3141 | સેલફોર રેસીડેન્સ | 72000 |
વસ્ત્રાલ | 3153 | સેલફોર રેસીડેન્સ | 72000 |
વસ્ત્રાલ | 9778 | સેલફોર રેસીડેન્સ | 62000 |
નરોડા-હેસપુરા-કઠવાડા | 7104 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
નરોડા-હેસપુરા- કઠવાડા | 2865 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
નરોડા-હંસપુરા- -કઠવાડા | 9403 | સેલ ફોર રેસીડેન્સ | 6200 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube