સ્માર્ટ સિટીના બણગા ફૂંકનાર અમદાવાદ કોર્પોરેશનનો ગંભીર છબરડો સામે આવ્યો
- એક તરફ બિજલ પટેલને મેયર અને બીજી તરફ રિક્રીએશન કમિટીના ચેરમેન બતાવાયા છે.
- સ્ટાફ સિલેક્શન કમિટીમાં અગાઉના તમામ 5 હોદ્દેદારોના નામ ચાલી રહ્યાં છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સ્માર્ટ સિટીના બણગા ફૂંકનાર મ્યુનિ.કોર્પોરેશનનો ગંભીર છબરડો સામે આવ્યો છે. પોતાની અંત્યાધુનિક વેબસાઇટ ઉપર જ અપગ્રેડની કોઈ પ્રોસેસ અમલમાં થતી નથી. ahmedabadcity.gov.in વેબસાઇટ પર અમદાવાદના 7 ના બદલે હજી પણ 6 ઝોન બતાવવામાં આવી રહ્યાં છે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન અસ્તિત્વ છતા વેબસાઇટ પર નવા પશ્ચિમ ઝોનનો ઉલ્લેખ નથી. તેમજ એએમસીની સર્વોચ્ચ એવી કોરોબારી સમિતીની પણ જુની જ માહિતીનો ઉલ્લેખ છે. ચેરમેન તરીકે અમૂલ ભટ્ટના સ્થાને પ્રવિણ પટેલનું નામ ચાલે છે. વેબસાઇટ પર ચેરમેન સહિત તમામ જુના સભ્યોના નામની યાદી હજી પણ છે.
આ પણ વાંચો : વડોદરા : ચાલુ એક્ટીવા પર પાછળથી નર્સ પત્નીને મારીને પતિ ભાગી ગયો, રસ્તા પર મળી લાશ
એક તરફ બિજલ પટેલને મેયર અને બીજી તરફ રિક્રીએશન કમિટીના ચેરમેન બતાવાયા છે. સ્ટાફ સિલેક્શન કમિટીમાં અગાઉના તમામ 5 હોદ્દેદારોના નામ ચાલી રહ્યાં છે. તો એએમટીએસ કમિટી ચેરમેન તરીકે અતુલ ભાવસારના બદલે ચંદ્રપ્રકાશ દવેનો ઉલ્લેખ કરાયેલો છે. અન્ય તમામ કમિટીઓની પણ જુની જ યાદીનો ઉલ્લેખ છે. તો સાથે જ વિપક્ષી નેતા તરીકે કમળાબેન ચાવડાની જાહેરાત થયા છતા હજી પણ જૂના વિપક્ષી નેતા દિનેશ શર્માનુ નામ અસ્તિત્વમાં છે.
આમ, અમદાવાદ શહેરે હેરિટિજ સિટીની નામના મેળવી છે. આવામાં અમદાવાદ શહેરની વેબસાઈટ પર અનેક લોકો વિઝીટ કરીને માહિતી મેળવતા હોય છે. ત્યારે જો વેબસાઈટમાં આવા પ્રકારના ગંભીર છબરડા હોય તો પછી શું કહેવું. આ પરથી કહી શકાય કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ કેટલા એક્ટિવ છે.