અર્પણ કાયદાવાલા, અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વકાંશી પ્રોજેક્ટ કાર્યાન્વીત થવા ગયો છે. પીરાણા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા વિવિધ બાયોગેસનું શુદ્ધીકરણ કરી ધંધાકીય રીતે વેચાણ કરવાનો પ્રોજેક્ટ અમલમાં આવી ગયો છે. જે માટે પીરાણા ખાતે એએમસી અને ખાનગી કંપની દ્વારા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે ઉભા કરાયેલા પ્લાન્ટમાં મીથેન ગેસનું ઉત્પાદન કરી વેચાણ કરવાની શરૂઆત કરી દેવાઇ છે. 15 વર્ષની મુદતથી શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ એએમસીના 15 વર્ષમાં રૂ. 60 કરોડની આવક કરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં એએમસી એકપણ રૂપિયાના રોકાણ વગર કરોડો રૂપિયાની સીધી આવક મેળવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: માયા 1.5 લાખ રૂપિયામાં કરાવતી લગ્ન, કેફી દ્રવ્ય પીવડાવી યુવતીને પૂરી રાખતી


[[{"fid":"202372","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઓક્ટોબર 2013માં એએમસીએ એક મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં એએમસી સંચાલીત 180 એમએલડી (મીલીયન લીટર પર ડે) ક્ષમતાવાળા પીરાણા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા બાયોગેસને વિવિધ ટેકનોલોજીની મદદથી સીએનજી ગેસમાં રૂપાંતરીત કરી અને તે ગેસનું બોટલીંગ કરી ધંધાકીય ધોરણે વેચાણ કરવાનું નક્કી થયુ હતુ. એએમસીએ રોકસ્ટોન કંપની સાથે કરાર કરીને પીરાણા એસટીપીની 3 હજાર ચોરસ મીટર જમીન પ્લાન્ટ ઉભો કરવા આપી હતી. જેમાં કંપનીએ રૂ.17 કરોડનું રોકાણ કરીને અત્યાધુનિક મશિનરી-ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્લાન્ટ ઉભો કર્યો છે.


વધુમાં વાંચો: હાર્દિકની દરખાસ્ત નથી મળી, આશા પટેલ સમજૂતી બાદ ભાજપમાં જોડાયા: અમિત ચાવડા


સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા મીથેન અને કાર્બન ડાયોક્સાઇડ કે જેને એએમસી, અત્યાર સુધી સીધો બાળી નાંખતી હતી, તેને હવે ખાસ ઉભા કરાયેલા પ્લાન્ટની મદદથી શુધ્ધ કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છેકે કરાર અંતર્ગત એએમસી રોકસ્ટોન કંપનીને દૈનિક દસ હજાર ક્યુબિકમીટર ગેસ આપવાનું નક્કી કર્યુ છે. જે માટે ખાનગી કંપની એએમસીને 9.18 રૂપિયા પ્રતિક્યુબીક મિટરના ભાવ ચૂકવશે. જેથી એએમસીને વાર્ષિક અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થશે.


વધુમાં વાંચો: અમદાવાદ મેટ્રોઃ જાણો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી...


[[{"fid":"202373","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


મહત્વનું છેકે વર્ષ 2015 મા પ્લાન્ટનું લોકાપર્ણ તો કરી દેવાયુ હતુ. પરંતુ એએમસી અને ખાનગી કંપની વચ્ચે થયેલા એમઓયુ મુજબના ધારાધોરણ વાળો ગેસ મળી શકતો ન હતો. પરીણામે છેલ્લા 4 વર્ષથી કોઇ પ્રોડક્શન થતુ ન હતુ. પરંતુ વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નરે આ બાબતમાં ઉંડો રસ લઇને સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નવી મશિનરી ઇસ્ટોલ કરાવી હોવાથી હવે ખાનગી કંપનને પ્રોડક્શન માટેના ધારાધોરણ મુજબના ગેસ મળતા થયા છે.


વધુમાં વાંચો: સીઝનલ ફ્લૂઃ 1 જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં 1117 કેસ નોંધાયા, 51નાં મોત


હવે આ પ્લાન્ટમાં દૈનિક 4 ટ્રોલી ગેસ, એક ટ્રોલીમાં 40 સિલીન્ડર એમ કુલ 4 હજાર ક્યુબીક મીટર ગેસ ઉત્પન્ન કરીને સિલીન્ડરમાં ભરાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે એએમસીએ વેસ્ટ ટુ એનર્જી કન્સેપ્ટ ઉપર આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જ્યાં શહેરભરની ડ્રેનેજના પાણીને એમટીપીમાં ટ્રીટ કરાય છે. અને તેમાંથી નીકળતા બાયોગેસને શુધ્ધ કરીને ધંધાકીય ધોરણે તેનું વેચાણ શરૂ કરાયુ છે.


ગુજરાતમાં અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...