અમદાવાદ : સમગ્ર દેશ જ્યારે કોરોનાના સંકટ સામે લડી રહ્યો છે ત્યારે એક પછી એક સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહી છે. ગુજરાત બ્રેકિંગ અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીની સહાય માટે આગળ આવી છે. 1500થી વધારે રેશકનકીટ તૈયાર કરી છે. આ રાશકકીટ તમામ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ રેશનકીટમાં 15 દિવસ સુધી જમવાનું બનાવી શકાય તેટલો સામાન રાખવામાં આવ્યો છે. અનાજ અને કરિયાણા જેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, ગુજરાતમાં કુલ 4ના મોત
આ અનાજની કિટ લઇને રવાના થયેલી ગાડીને અમદાવાદનાં કલેક્ટર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટીનો લક્ષ્યાંક ૬૦૦૦ રાશન કીટ તૈયાર કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાનો રેડક્રોસ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેડક્રોસ દ્વારા જો વધારે જરૂર પડે તો તેનીમાટેની પણ પુરતી તૈયારી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકો હિજરત કરી રહ્યા છે. લોકડાઉનનાં પગલે મોટા પ્રમાણમાં મજૂરો જઇ રહ્યા છે. જે પણ સાધન મળે  તેમાં ચાલતી પકડી છે.


વડોદરામાં શાકભાજીની તમામ માર્કેટ બંધ, ઘરની નજીક જ શાક મળે એવું જડબેસલાક પ્લાનિંગ


તમામ નાગરિકો માટે સરકાર સહિતનું તંત્ર સતત મદદ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજ સેવી સંસ્થાઓ પણ ધીરે ધીરે સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ જરૂરિયાતમંદોને સારવાર અને જરૂરી સામગ્રી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદનાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં amc દ્વારા વિનામુલ્યે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવશે. અમદાવાદ શહેરમાં સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાયોગિક ધોરણે આવતીકાલે સેવા વસ્તીમાં જરૂરિયાતમંદ લોકો માટે અમૂલ દૂધનું નિ:શુલ્ક વિતરણ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube