વડોદરામાં શાકભાજીની તમામ માર્કેટ બંધ, ઘરની નજીક જ શાક મળે એવું જડબેસલાક પ્લાનિંગ

વડોદરા પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુકત રીતે વડોદરા APMC સાથે સંકલન કરી શહેરના દરેક 12 વોર્ડમાં 24 ટ્રેકટર અને 1500 લારીઓ મારફતે શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. 

વડોદરામાં શાકભાજીની તમામ માર્કેટ બંધ, ઘરની નજીક જ શાક મળે એવું જડબેસલાક પ્લાનિંગ

રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરામાં લોકડાઉનનું કડકાઈ થી પાલન કરાવવા તંત્ર દ્વારા શાકભાજીની તમામ મોટી માર્કેટ બંધ કરી દેવાઈ છે અને લોકોને સોસાયટીની બહાર જ શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. વડોદરા પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુકત રીતે વડોદરા APMC સાથે સંકલન કરી શહેરના દરેક 12 વોર્ડમાં 24 ટ્રેકટર અને 1500 લારીઓ મારફતે શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ શાક લેવા માટે લાઇન લાગી હતી.

પોળો તેમજ સોસાયટીમાં સવારથી જ ફેરિયાઓ શાકભાજી લઈને પહોંચતાં ખાસ કરીને મહિલાઓને રાહત થઈ હતી. પોલો ગ્રાઉન્ડમાં જાણે લોકમેળો ભરાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાતાં તંત્ર દ્વારા તાત્કાલીક શહેરનાં તમામ શાક માર્કેટ, હાથીખાના અને ચોખંડી બજારને બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લોકોને ઘરે જ શાકભાજી મળે તે માટે વ્યવસ્થા કરી હતી.

મહત્વની વાત છે કે વહીવટી તંત્ર લોકો ઘરમાંથી બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ નજીકમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યું છે. વહીવટી તંત્રની કામગીરી સાથે અનેક સમાજ ના લોકો પણ જોડાયા છે. લોકોનો ધંધો પાણી બંધ થઈ જતાં લોકો હવે પાલિકા સાથે રાહત દરે શાકભાજી વેચવા નીકળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news