Ahmedabad News અમદાવાદ : ઉનાળો શરૂ થઈ ગયો છે. તેમાં પણ આ ઉનાળો આકરો બની રહેવાનો છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવે BRTS-AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. સાથે જ ડેપો પર ORS પણ મળશે. એટલુ જ નહિ, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. ગરમી સામે AMC એ એક્શન પ્લાન બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ઉનાળા અને તેને આનુષંગિક કામગીરી અંગે એએમસી દ્વારા હિટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે. એએમસી હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે, અમદાવાદના તમામ amts અને brts બસ સેન્ટર પર ors ના પાઉચ પુરા પાડવામાં આવશે. તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઉભી કરવામાં આવશે. હીટસ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે. AMC સંચાલિત તમામ હોસ્પિટલમા હિટ સ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાઈ છે. ગરમી શરૂ થતા જ હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે. 


આ પણ વાંચો : 


ચા બનાવતા સમયે વેપારીને આવ્યો હાર્ટએટેક, તો પ્રોફેસર લાઈબ્રેરીમાં જ ઢળી પડ્યા


બોર્ડની પરીક્ષાનું ટેન્શન હોય તો તમારા સંતાનોને સૌથી પહેલા આ વસ્તુથી દૂર રાખો


કન્સ્ટ્રક્શન સાઈટ અને ટ્રાફિક પોઈન્ટ પર પણ સુવિધા 
ગુજરાતમાં દર વર્ષે કાળઝાળ ગરમી રહે છે. ઉનાળામા લોકો બહાર નીકળવાનુ પણ ટાળે છે. આવામાં જે લોકોને ઘરની બહાર જવુ પડે છે તે લોકો માટે હેલ્થ સાચવવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને હાલ જ્યારે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે ત્યારે એએમસી પણ એલર્ટમાં આવી ગયું છે. તેથી જ એએમસી દ્વારા એક્શન પ્લાન બનાવાયો છે. AMC દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવી છે.  ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી તેમના કર્મચારીઓ માટે ઓ.આર.એસ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે. 


આ ઉપરાંત એએમસી દ્વારા ઠંડા પીણાં, આઈસ ગોળા, બરફ ફેક્ટરી અને વિવિધ જ્યુસ સેન્ટર પર સક્રિય રીતે સફાઈ અંગે ચકાસણી કરાશે. પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં ઠેર ઠેર શિકંજી, લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રુટના તંબુ, છાશ-લસ્સી વગેરેનું વેચાણ વધતું હોય છે અને ઠેર ઠેર લારીઓ-દુકાનો શરૂ થઈ જતી હોય છે. જેથી આવી જગ્યાઓએથી પાણી સહિતના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી છે.  સાથે જ બરફની ફેક્ટરીઓમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવશે. 


આ પણ વાંચો : 


વરદાન બની આ યોજના, ગેસ સિલન્ડર ખરીદવાના ખર્ચમાંથી અપાવશે મુક્તિ, પૈસા પણ બચશે