બોર્ડની પરીક્ષાનું ટેન્શન હોય તો તમારા સંતાનોને સૌથી પહેલા આ વસ્તુથી દૂર રાખો
Board Exam 2023 : બોર્ડની પરીક્ષાઓ નજીક આવતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે... બાળકો પણ કેવું પેપર પૂછાશે, સારું પરિણામ કેવી રીતે આવશે જેવા પ્રશ્નોથી ચિંતિંત છે... ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે અમારા સંવાદદાતાએ ધોરણ-12 સાયન્સના શિક્ષક પુલકિત ઓઝા સાથે વાત કરી... જેમાં તેમણે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તેની કેટલીક મહત્વની ટિપ્સ આપી..
Trending Photos
Board Exam Tension અતુલ તિવારી/અમદાવાદ : 14 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જશે. બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓના ટેન્શનનો પારો વધતો જાય છે. વિદ્યાર્થીઓ જ નહિ, વાલીઓમાં પણ ચિંતા વધતી હોય છે. બાળકો પણ કેવું પેપર પુછાશે, સારું પરિણામ કેવી રીતે આવશે જેવા પ્રશ્નોને લઇ ચિંતિત હોય છે. હવે જ્યારે પરીક્ષાને ગણતરીનો સમય બચ્યો છે, ત્યારે છેલ્લી ઘડીનું ટેન્શન બાળકો પર હાવી થઈ જાય છે. ત્યારે આ ટેન્શન કેવી રીતે દૂર શકાય તે વિશે મનોચિકિત્સકે સલાહ આપી છે.
14 માર્ચથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.... બોર્ડની પરીક્ષાઓ નજીક આવતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે... બાળકો પણ કેવું પેપર પૂછાશે, સારું પરિણામ કેવી રીતે આવશે જેવા પ્રશ્નોથી ચિંતિંત છે... ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે અમારા સંવાદદાતાએ ધોરણ-12 સાયન્સના શિક્ષક પુલકિત ઓઝા સાથે વાત કરી... જેમાં તેમણે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તેની કેટલીક મહત્વની ટિપ્સ આપી..
મનોચિકિત્સક ડો. રમાશંકર યાદવે જણાવ્યું કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવતા માનસિક તાણ અનુભવતા બાળકોની સંખ્યા વધી છે. સામાન્ય દિવસોમાં મનોચિકિત્સકની સલાહ લેતા બાળકોની સંખ્યા છેલ્લા બે મહિનામાં 50 ટકા જેટલી વધી છે. સામાન્ય રીતે એક મનોચિકિત્સક પાસે એક મહિનામાં 20 થી 25 બાળકો માનસિક તાણની ફરિયાદ સાથે જતા હોય છે. છેલ્લા બે મહિનામાં બાળકોની સંખ્યા 45 થી 50 સુધી પહોંચી છે. બોર્ડની પરીક્ષા આવે એટલે બાળકો પર સારું પરિણામ લાવવાનું દબાણ વધતું હોય છે, વાંચવા છતાં કાંઈ યાદ ના રહેતું હોવાની ફરિયાદ વધે છે. બાળકોમાં ડર હોય છે કે, સારું પરિણામ નહીં આવે તો શું થશે?
આ પણ વાંચો :
તેઓ આ તણાવ કેવી રીતે દૂર કરવો તે વિશે કહે છે કે, આજકાલ મોબાઈલને કારણે મહત્તમ બાળકો તાણ અનુભવી રહ્યા છે. વાલીઓએ પરીક્ષાના સમય પૂરતું બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. બાળકો મોબાઈલના કારણે મોડી રાત સુધી ઊંઘના આવવી, વાંચવાની ઈચ્છા ના થવી, માથું દુઃખવું, પેટમાં દુખવા જેવી જુદી જુદી ફરિયાદો કરતા હોય છે. બાળકો પૂરતી ઊંઘ લે, એનું વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકો જો પરીક્ષા પહેલા માંદા પડે તો તેની અસર અભ્યાસ પર થતી હોય છે, જે બાળક પર વધારે દબાણ પેદા કરે છે. પરીક્ષા પહેલા જો બાળકોમાં કોઈપણ પ્રકારનો બદલાવ જોવા મળે અને જરૂર જણાય તો ડોકટરની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો :
વિદ્યાર્થીઓ કેવી રીતે સફળ થઈ શકે એ અંગે અમે શિક્ષક પુલકિત ઓઝા જણાવે છે કે, છેલ્લા સમયે વિદ્યાર્થીએ અભ્યાસમાં કાંઈ પણ નવું કરવાનું ટાળવું જોઈએ. વર્ષ દરમિયાન કરેલી મહેનત પર વિશ્વાસ રાખી એનું રિવીઝન કરવું જોઈએ. અનેકવાર બાળકો મને આવડે છે એવું સમજીને ના આવડતી ચીજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. સાયન્સના વિષયોમાં 50 માર્કના MCQ અને 50 માર્કના સવાલો પુછાતા હોય છે. MCQ ક્યાં ચેપ્ટરમાંથી પુછાશે એ નક્કી જ હોય છે, એટલે વિદ્યાર્થીઓ એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, જે પાસ થવા માટે સરળ વિકલ્પ છે. વિદ્યાર્થી સારા માર્ક લાવવા માગે તો તેણે વર્ષ દરમિયાન કરેલી મહેનત કામ લાગે છે પરંતુ પાસ થવું એ અઘરું નથી. છેલ્લા સમયે વિદ્યાર્થીઓએ પેપર લખવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે