ધવલ પારેખ/ઉદય રંજન/નવસારી :અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS ની પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થઈને અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ચાર પટેલ યુવકો પકડાયા છે. ચારેય વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરીને જઈ રહ્યા હતા. અધવચ્ચે નદીમાં તેમની બોટ પકડતા અમેરિકન પોલીસે તેમને પકડ્યા હતા, અને પૂછપરછમાં ખુલાસો થયો કે તેમને અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTS ની પરીક્ષામાં 8 બેન્ડ લાવ્યા હતા. ત્યારે હવે અમેરિકાથી શરૂ થયેલી તપાસ મહેસાણા, અમદાવાદ બાદ હવે નવસારીમાં પહોંચી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા મોકલ્યા હતા. ત્યારે ઝી 24 કલાક આ સંસ્થાની ઓફિસે પહોંચી હતી, ત્યારે આ સંસ્થામાંથી કોઈએ પણ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું.


આ પણ વાંચો : બુટલેગરોની બદનામ ગલીના કુખ્યાત નામદાનની કરમ કુંડળી, નિવૃત પોલીસ કર્મીનો પુત્ર કેવી રીતે બન્યો લિસ્ટેડ બુટલેગર


પગાર આવવાના દિવસે જ વધી ગયા સિંગતેલના ભાવ, ગૃહિણીની બજેટની ચિંતા વધી



ત્યારે સમગ્ર મામલે કઈ રીતે અને કોના દ્વારા આ કૌભાંડ આચરાયું, તેમાં કોણ સંકળાયેલુ છે, વિદ્યાર્થીઓએ કઈ રીતે પરીક્ષા આપી હતી, અને કઈ રીતે 8 બેન્ડ આવ્યું, વિદ્યાર્થીઓના એકેડમિક રેકોર્ડ પણ ચેક કરવામા આવશે. 


આ પણ વાંચો : સવા લાખ ચિંતામણી શિવલિંગ બનાવીને પૂજા કરતુ ગુજરાતનું એકમાત્ર મંદિર, પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા કરી હતી આ પૂજા


IELTS પરીક્ષા શું છે?


  • વિદેશ જવા માટે IELTS પરીક્ષા આપવી જરૂરી 

  • IELTS એક ઈગ્લિંશ લેંગ્વેજ પરીક્ષા છે 

  • IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ 

  • વ્યક્તિની અંગ્રેજી ભાષા જાણવાની સૌથી પ્રમાણભૂત પરીક્ષા 

  • પરીક્ષામાં 1થી લઈ 9 સુધીનો સ્કોર આપવામાં આવે છે 

  • યૂએસ, યૂકે,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જવા પરીક્ષા જરૂરી 

  • ઈગ્લિંશ બોલવાની,વાંચવાની, લખવાની અને સાંભળવા સ્કિલ ચકાસાઈ છે 

  • વિદેશ જતાં વિદ્યાર્થીએ પરીક્ષા આપવી ફરજિયાત 

  • કેનેડા,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા માટે પણ પરીક્ષા જરૂરી 


ગુજરાતમાં ગમે તે રીતે મોટા દેશોમાં જવાની હોડ લાગી છે. આ પહેલા પણ કલોલનો પરિવાર કેનેડામાં ઘૂસણખોરી કરતા મોતને ભેટ્યો હતો. આ રીતે વર્ષે દહાડે અસંખ્ય કિસ્સા બનતા હોય છે. છતાં લોકોની વિદેશ જવાની લ્હાય ઓછી થતી નથી.