અમદાવાદ : રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ચુકી છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 354 પોઝિટિવ દર્દી નોંઘાયા હતા. શહેરમા કોરોનાના કેસો વધતા હોસ્પિટલમાં બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 જેટલા બેડ ખાલી હોવા છતા પણ અમદાવાદના દર્દીઓને 68 કિલોમીટર દુર કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જરૂર પડ્યે આણંદ અને ખેડાની હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, જો અમદાવાદમાં 1500 બેડ ખાલી છે તો પછી 68 કિલોમીટર દુર કરમસદ દર્દીઓ શા માટે મોકલવામાં આવી રહ્યા છે. ગઇકાલે શહેરની SVP હોસ્પિટલમાં વધારે 300 બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગનાં કુલ 90 ટકા બેડ ખાલી છે. 

અમદાવાદમાં કોરોનાનો હવાલો સંભાળતા એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ 108ના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે પત્રકારોને જણાવ્યું કે, કરમસ મેડિકલ કોલેજરાજ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેડિકલ કોલેજ છે. કરમસદ મેડિકલ કોલેજ સાથે 100 જેટલા બેડ ઓક્સિજન, વેન્ટિલેટર સાથે અમદાવાદના દર્દીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત આણંદની બે ત્રણ હોસ્પિટલ છે. જરૂર જણાય તેમાં પણ અમે અમદાવાદથી દર્દીઓ મોકલી શકીએ.

લાંભા, નારોલ અમદાવાદ પૂર્વના દક્ષિણના વિસ્તારો જે ઘણા નજીક છે. આમ જોઇએ તો સિવિલ લઇજઇએ તેના કરતા ત્યાં મોટા પ્રમાણમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે. સારી હોસ્પિટલ છે અને કેટલીક વખત તેનો ઉપયોગ કરીએ છીએ. જો કે લાંભાથી કરમસદનું અંતર 68 કિલોમીટરની આસપાસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube