અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં ભાદરવો મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે પરંતુ ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે શહેરમાં રોગચાળાના કેસ સતત વધી રહ્યાં છે. વરસાદને કારણે પાણી ભરાતું હોય છે, જેથી મચ્છરજન્ય રોગચાળાના કેસ સતત વધી રહ્યાં છે. મચ્છરોને કારણે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. એક તરફ વરસાદ અને બીજીતરફ શહેરીજનો રોગચાળાના ભરડામાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરીજનો મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં
અમદાવાદમાં ચોમાસાની સીઝન વચ્ચે રોગચાળાના કેસો વધી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિનામાં સાદા મેલેરિયાના 102, ઝેરી મેલેરિયાના 8, ડેન્ગ્યુના 494 અને ચિકનગુનિયાના 58 કેસો નોંધાયા છે. મચ્છરોના બ્રીડિંગને શોધવા માટે અમદાવાદ મહાનગર પાલિકાના હેલ્થ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં શહેરમાં રોગચાળાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. 


આ પણ વાંચોઃ યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા


અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં એક હજારથી વધુ સરકારી ઇમારતોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પરંતુ શહેરમાં ગંદા પાણીને કારણે પાણીજન્ય રોગચાળો પણ કાબુ બહાર છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો, કોલેરા અને ટાઈફોઇડના કેસ પણ મોટી સંખ્યામાં સામે આવ્યા છે.