લોકોના ચીની વસ્તુઓનો બહિષ્કાર વચ્ચે આ ગુજરાતી પરિવારે ચીનીને જમાઇ બનાવ્યો
ચીન સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ વસ્તુઓનો લોકો બહિષ્કાર કરી રહ્યાં છે. ચીન પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારત અને ચીન દુશ્મન હોય તેનો માહોલ સમગ્ર દેશમાં ઉભો થયો છે. ત્યારે અમદાવાદના એક ગુજરાતી પરીવારે ચીની પર વિશ્વાસ કર્યો છે. અને અમદાવાદના આ પરીવારે એક ચીનીને પોતાનો જમાઈ બનાવ્યો છે. હાલ આ ચીની અમદાવાદના જમાઈ બનીને રહે છે.
આશ્કા જાની/અમદાવાદ: ચીન સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ વસ્તુઓનો લોકો બહિષ્કાર કરી રહ્યાં છે. ચીન પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારત અને ચીન દુશ્મન હોય તેનો માહોલ સમગ્ર દેશમાં ઉભો થયો છે. ત્યારે અમદાવાદના એક ગુજરાતી પરીવારે ચીની પર વિશ્વાસ કર્યો છે. અને અમદાવાદના આ પરીવારે એક ચીનીને પોતાનો જમાઈ બનાવ્યો છે. હાલ આ ચીની અમદાવાદના જમાઈ બનીને રહે છે.
ગુજરાત: COVID 19 રોજે રોજ પોતાનાં જ તોડે છે પોતાનો રેકોર્ડ, નવા 778 દર્દીઓ નોંધાયા
ભારત-ચીન બોર્ડર પર સર્જાયેલા ઘર્ષણ બાદ ભારત અને ચીનના સંબંધોમાં ખટાસ આવી છે. મેડ ઈન ચાઈના પર લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં રહેતા ગુજરાતી પરીવારે એક ચીની વ્યક્તિ પર વિશ્વાસ કરી પોતાનો જમાઈ બનાવ્યો છે. મણીબેન અને તેમના પરીવારે એક ચીની વ્યક્તિ પર વિશ્વાસ કરીને તેમને પોતાનો જમાઈ બનાવ્યો છે. મણીબેનની દિકરી પલ્લવી ગૌતમે ચીનના સીચુઆનનામા હાઈકો સાથે લગ્ન કર્યા છે. પલ્લવી અને મા હાઈકોએ ડિસેમ્બર 2016માં લવ મેરેજ કર્યા છે. ભારત ચીન વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી છે પણ પલ્લવી અને મા હાઈકોના સંબંધોમાં કોઈ ખટાસ નથી આવી. હાઈકો છેલ્લા છ મહિનાથી ચાંદખેડામાં પલ્લવીના ઘરે ઘર જમાઈ બનીને રહે છે.
સૌરાષ્ટ્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર, નેવી, NDRF અને એરફોર્સની મદદ લેવાશે
પલ્લવી ચાઈનીઝ ઈન્ટરપીટેશનનું કામ કરે છે. પલ્લવી ચાઈનીઝ ભાષાનો અનુવાદ અને ઈન્ટરપીટેશનની કામગીરી કરે છે. આ માટે પલ્લવીને સમગ્ર દેશમાં જવાનું થતું અને ચીનમાં પણ બીઝનેસ મીટીંગ અને એક્ઝીબીશન માટે જવાનું થતું હતું. 2016માં પલ્લવીને આંધ્રાપ્રદેશમાં આવે શ્રી સીટીમાં ઓપો મોબાઈલ કંપનીમાં ચાઈનીઝ ઈન્ટરપીટેશનની કામગીરી મળી હતી. શ્રી સીટીમાં ઘણી ચાઈનીઝ કંપનીઓનું કોલોબ્રેશન છે. તે સમયે રાઈઝીંગ સ્ટાર મોબાઈલ કંપનીમાં કામ કરતાં ચીનના સીચુઆનના મા હાઈકો સાથે સંપર્કમાં આવી અને બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતા. આ દરમ્યાન બંનેનને પ્રેમ થયો અને લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ પલ્લવીએ મા હાઈકોની તેમના પરીવાર સાથે મુલાકાત કરાવી અને પલ્લવીના પરીવારજનો પણ પલ્લવીના લગ્ન મા હાઈકો સાથે કરવા માટે તૈયાર થયા અને 2016માં બંનેને ભારતીય વિધિ મુજબ લગ્ન કર્યા.
ગુજરાતના ગોપનાથ, દ્વારકા અને વેરાવળના લાઈટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવશે
જો કે હાલ ની પરિસ્થિતિ ને લઈ માં હાઇકો નું માનવું છે કે આ રાજકીય ખેલ છે અને તેનાથી અમારા સબંધમાં કોઈ ફરક નહિ પડે તેમને ગુજરાત ગમે છે પલ્લવીના પરીવારજનોને મા હાઈકો સારો લાગતા તામના પર વિશ્વાસ કરીને પલ્લવીના લગ્ન તેમની સાથે કર્યાં. પલ્લવી અને મા હાઈકો લગ્ન બાદ બંનેન અલગ અલગ રહે છે. મા હાઈકો ચીનમાં રહે છે જ્યારે પલ્લવી ભારતમાં રહે છે. જ્યારે પ્રસંગ આવે ત્યારે પલ્લવી ચીન જાય છે અને બંને એકબીજાને મળે છે. પરંતુ મા હાઈકો જાન્યુઆરીમાં પલ્લવીના ભાઈના લગ્ન માટે અમદાવાદ આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન આવવાથી તે છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં જ રહે છે. મા હાઈકોને ગુજરાતી નામ માહી રાખવામાં આવ્યું છે. પલ્લવી અને માહીને મા આંચી નામની બે વર્ષની એક દિકરી પણ છે. બંનેન લગ્ન પછી ખુશ છે. પલ્લવીના સોસાયટીના લોકો પણ મા હાઈકોને તેમના જમાઈની જેમ જ રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર