આશાબેન પટેલે મતદારો, પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યા: અમિત ચાવડા
આશાબને પટેલે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નિર્ણય લીધો છે. વ્યક્તિગત સ્વાર્થ માટે રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરે એ યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ગઇ કાલે તેમણે કોઇ રજૂઆત કરી નહોતી.
ગૌરવ પટેલ, અમદાવાદ: આશાબેન પટેલે મતદારો, પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યાનું નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પદથી રાજીનામું આપી રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલો ઉઠાવનાર આશા પટેલ અંગે અમિત ચાવડા કહ્યું કે, રાહુલજીનું નેતૃત્વ મજબૂત છે અને સર્વ સ્વીકૃત છે.
વધુમાં વાંચો: આશાબેન પટેલને એક બાજુ ભાજપમાં આવકાર તો બીજી બાજુ રેશમાએ કહ્યું કંઇક આવું...
આશાબને પટેલે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નિર્ણય લીધો છે. વ્યક્તિગત સ્વાર્થ માટે રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરે એ યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ગઇ કાલે તેમણે કોઇ રજૂઆત કરી નહોતી. તેમણે મતદારો અને પાર્ટી સાથે પરામર્શ કર્યા વિના નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએ જે પ્રશ્નો હતા, તેનું નિરાકણ કરવામાં આવ્યું હતું પણ ગણ કાલ રાતે શું રંધાયું તે પ્રજા જાણવા માગે છે.
વધુમાં વાંચો: આશાબેન પટેલના રાજીનામાં બાદ વધુ બે ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો સાથ!
ભાજપ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે અમારા અનેક ધારાસભ્યોને ખોટી રીતે બદનામ કરવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના લોકોને ડરાવવાનો અને લાલચ આપીને ભોળવીને લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો સંગઠનમાં તાલુકા જિલ્લા સ્તરે સંકલનનો અભાવ હોય તો પક્ષ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાનો હોય છે. રાહુલ ગાંધીના પ્રવાસને લઇને તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાના આશીર્વાદથી ચાલતી પાર્ટી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવશે ત્યારે ઉમળકાથી સ્વાગત કરવામાં આવશે.