અમદાવાદ : સ્પીક અપ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી અને ભાજપ દેશમાંથી લોકશાહી ખતમ કરી સરમુખત્યાર શાહી દાખલ કરવામાં માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે. મણીપુર અને ગોવામાં સરકાર તોડી કોરોનાના સમયમાં મધ્યપ્રદેશની સરકાર તોડી ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી વખતે કોરોડોના ખર્ચે ધારાસભ્યો પણ ખરીદ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE અકસ્માત: ગોંડલના ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને કારે ફંગોળ્યું


આજે રાજસ્થાનમાં સરકાર તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રાજસ્થાનમાં ગહેલોત સરકાર પાસે સમર્થન છે. ધારાસભ્યો રાજ્યપાલને મળીને વિધાનસભાનું સત્ર બોલાવવા માંગ કરે છે. જોકે બંધારણીય હોદ્દા પર બેઠેલા રાજ્યપાલ કેન્દ્ર સરકારના દબાણમાં કામ કરી રહ્યા છે. જો આજ સ્થિતિ રહી તો તમારી અને અમારી સ્વતંત્રતા જોખમાશે અને લોકશાહી ખતમ થઇ જશે. 


2008માં આજના દિવસે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું


ભાજપ સરકારમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ખતરામાં છે. આજે આપણે સાથે મળી ખતમ થઇ રહેલી લોકશાહી સામે અવાજ ઉઠાવીએ. વડાપ્રધાનને કહેવું છે કે તમે તમારી સત્તા બચાવવા માટે લોકશાહી ખતમ કરી સરમુખત્યાર શાહી નકરી શકાય. જો આવું થશે તો લોકો રસ્તા પર આવી વિરોધ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર