અમદાવાદ: 800 કરોડના ખર્ચે નિર્મિત વિકાસકાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત કરોડોના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત કરોડોના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમીત શાહ રૂ.800 કરોડના વિકાસ કાર્યોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરવાના છે. જેમાં રૂ.99 કરોડના ખર્ચે અંજલી સર્કલ ખાતે તૈયાર થયેલા ફ્લાયઓવર અને સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
દિવાળી ટાઇમે કરિયાણાની દુકાનોને ટાર્ગટ કરતી નેપાળી ગેંગનો પર્દાફાશ
ઉપરાંત રીંગરોડ પર બનનારા ફ્લાયઓવર, અમદાવાદ શહેરમાં બનનારા જીમ, સ્વિમીંગ પુલ અને સ્કેટીંગ રીંગ સહીતના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદરૂ.800 કરોડના વિકાસકાર્યો હાથ ધરાશે. વિવિધ લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરાશે. તેઓ અંજલી સર્કલ ખાતે તૈયાર થયેલો 1200 મીટર લાંબો ફ્લાયઓવર ખુલ્લો મુકાશે આ સિવાય રિવરફ્રન્ટ પરના વધુ એક આકર્ષણને પણ અમિત શાહના હસ્તે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન
સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયું
રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ડફનાળા પાસે રૂપિયા સાડાસાત કરોડના ખર્ચે ચિલ્ડ્રન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. 11520 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ચિલ્ડ્રન પાર્કમાં બાળકોના રમતગમતના સાધનો ઉપરાંત ફૂડ કોર્ટ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તો વિશાળ ફાઉન્ટેન મુલાકાતીઓના આકર્ષણનું સૌથી મોટુ કેન્દ્ર બની રહેશે. જેની છેલ્લા તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે.