ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન

અમરેલી જિલ્લામાં મેઘકહેરથી ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. અમરેલીના સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં બે દિવસ પહેલા પડેલા બે ત્રણ ઇંચ વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયાને ખેડૂતોની દિવાળી બગડી છે

ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન

કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘકહેરથી ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. અમરેલીના સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં બે દિવસ પહેલા પડેલા બે ત્રણ ઇંચ વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયાને ખેડૂતોની દિવાળી બગડી છે. ત્યારે ખેડૂતોના પાકને નુકશાની માટે ખેતીવાડી વિભાગના સર્વે ટિમ લઈને ધારાસભ્ય પ્રતાપ દુધાત બાઢડા, રામગઢ, ધજડી ગામોમાં વાડીઓમાં સર્વે કરાવવા નીકળ્યા હતા.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામ... ત્રણ દિવસ પહેલા કમોસમી મેઘ કહેરથી બાઢડા, રામગઢ, ધજડી સહિતના ગામડાઓમાં બે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાડીઓમાં દિવાળી ટાણે ખેડૂતોએ વેચવા કાઢેલી મગફળીના પાથરાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો ખેડૂતોને સારા પાકની આશાઓ પર ઈશ્વર મેઘરૂપી કહેરથી ખેડૂતોની આશાઓ વરસાદી પાણીમાં નાશ પામી હતી. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત આવા અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે ખેતીવાડી વિભાગના સર્વે અધિકારીઓને સાથે લઈને જાત તપાસ કરવા પહોંચ્યા હતા.

ખેડૂતોના મગફળીના ઉભા પાથરાઓ પાણીમાં કાલા પડી ગયા હતા તો મગફળી સાથે પશુઓનો પાલો પણ નાશ થતા ખેડૂતોની દિવાળી બગડી હતી. ખેડૂતોને મોમાં આવેલો કોળીયો છીંનવાયો છે. ત્યારે ખેડૂતોની વ્હારે કોંગી ધારાસભ્ય દુધાત ખેતીવાડી અધિકારીઓને સાથે લઈને વાડીઓ ખૂંદી હતી. મગફળીના પલળી ગયેલા પાથરાઓ જાતે અધિકારીઓને બતાવીને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાનમાં આવ્યા હતા. ખેડૂતોના હિતો માટે સરકાર સામે રાજકારણથી ઉઠીને ખેડૂતો માટે સાથે મળીને મદદ કરવાની અપીલ ધારાસભ્ય દુધાતે કરી હતી.

વરવી વાસ્તવિકતાઓ બતાવવા ખુદ ધારાસભ્ય અધિકારીઓને લઈને પહોંચ્યા હતા. મોંઘાભાવના બિયારણ અને મજૂરી સહિતના પૈસાઓ પાણીમાં નષ્ટ પામ્યો છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા નિકળ્યા હતા. ત્યારે ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગાંધી યાત્રા નીકળે છે. ભાજપના નેતાઓ ખેડૂત યાત્રા સાથે આવીને કાઢે તેવી ચેલેન્જ ધારાસભ્ય દુધાતે આપી હતી. વીમા કંપનીઓ ખેતીવાડી અધિકારીને ગણકારતા ન હોવાનું દુધાતે જણાવ્યું હતું. ખેડૂતોને પ્રીમિયમ લઈને વળતર નથી આપતી અને વીમા કંપનીઓ સાથે ભાજપની સરકાર સામે લડાઈના દિવસો નજીક હોવાનું દુધાતે જણાવ્યું હતું.

ધારાસભ્ય સાથે સર્વે કરવા આવેલી ખેતીવાડી અધિકારીએ ખેડૂતોના ઉભા પાકના નુકશાન અંગે સ્વીકાર કરીને વીમા કંપનીને ખેડૂતોના નુકશાન અંગે અરજીઓ લઈને મોકલવાની વાત કરી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં ખેતીને નુકશાન થતા વીમા કંપનીને જગાડવા ખુદ ધારાસભ્ય નુકશાન ગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. વાડીઓમાં મગફળીના પાલાઓ નાશ પામ્યા છે. ગાંધી યાત્રા બાદ ખેડૂત યાત્રા કાઢવા ભાજપ સરકારને ચેલેન્જ આપી છે. ખેતીવાડી અધિકારીઓને સાથે લઈને દુધાતે સર્વે કરાવ્યો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news