Lok Sabha Elections 2024 Live Update : નવસારી અને ગાંધીનગરથી કોણ સૌથી વધારે લીડથી જીતે છે એ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાતો મામલો રહ્યો હતો. ગાંધીનગર બેઠક પર 10 લાખની લીડનો ટાર્ગેટ મૂકાયો હતો. ત્યારે સીઆર પાટીલે સતત આ વર્ષે પણ લોકસભામાં લીડનો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપના સી. આર. પાટીલે 7,73,551 ની લીડ સાથે જીત મેળવી છે. તો અમિત શાહે 7,44,716 મતોની લીડથી જીત મેળવી છે. ભાજપના આ બંને નેતાઓ કોંગ્રેસ માટે જાયન્ટ કિલર સાબિત થયા છે, તો ભાજપ માટે બાહુબલી બન્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં અમિત શાહની જંગી લીડ


  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહને ૧૦,૧૦,૯૭૨ મત મળ્યા. 

  • કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને ૨,૬૬,૨૫૬ મત મળ્યા. 

  • ગાંધીનગર લોકસભા બેઠક પર નોટાને મળ્યા ૨૨,૦૦૫ મત 

  • પોસ્ટલ બેલેટ ના ૧,૭૪૩ મત રદ્દ થયા 

  • અમિત શાહ ૭,૪૪,૭૧૬ મતોની લીડ મળી


પાટીલની લીડમાં વધારો થયો 
નવસારી લોકસભા બેઠક ઉપર મતગણતરી પૂર્ણ થઈ. ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ વિજેતા જાહેર થયા. ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલને 10,31,065 મતો મળ્યા. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 2,57,514 મતો મળ્યા. ભાજપના સી. આર. પાટીલે 7,73,551 ની લીડ સાથે જીત મેળવી. સી. આર. પાટીલે વર્ષ 2019 માં મેળવેલી 6.89 લાખની લીડ કરતા 83,718 મતો સાથે લીડમાં વધારો કર્યો.


ભાજપને ઝાટકા સમાન 15 મોટા પરિણામ, આ મહારથીઓની હાર ભાજપ નહિ પચાવી શકે


એક બેઠક ગુમાવ્યાનું દુખ પાટીલના ચહેરા પર દેખાયું, પરિણામ પછી આપ્યું મોટું નિવેદન