ભાજપને ઝાટકા સમાન 15 મોટા પરિણામ, આ મહારથીઓની હાર ભાજપ નહિ પચાવી શકે

Lok Sabha Election Result 2024: દેશવાસીઓની નજર પણ કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર હતી હતી. આવો જાણીએ કે દેશની આ હોટ સીટો પર કયો ઉમેદવાર આગળ છે અને કોણ પાછળ છે
 

ભાજપને ઝાટકા સમાન 15 મોટા પરિણામ, આ મહારથીઓની હાર ભાજપ નહિ પચાવી શકે

Lok Sabha Elections 2024 Live Update : ચૂંટણીમાં જ્યાં એનડીએએ 400 સીટોને પાર કરવાનું સ્લોગન આપવામાં આવ્યું હતું, ત્યાં એનડીએ 300 સીટો સુધી પહોંચી શકયું નથી. આ ચૂંટણીમાં ભાજપે પણ રામ મંદિરનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો. રામના નામ પર હિંદુ મતદારોને જીતવા માટે પાર્ટી તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતું એ બધુ ફેલ ગયું છે. Lok Sabha Election Result 2024 લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઘણી જાણીતી હસ્તીઓને ટિકિટ આપી હતી. એવી ઘણી હાઈ-પ્રોફાઈલ બેઠકો છે જેની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. દેશવાસીઓની નજર પણ આ બેઠકો પર ટકેલી હતી. આવો તમને જણાવીએ કે દેશની આ હોટ સીટોમાં કોણ આગળ છે અને કોણ પાછળ છે.

લોકસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. જેમાં અનેક આશાવાદી બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભાજપને પચાવવી મુશ્કેલ છે. દેશની આ 30 હોટ સીટો પર જોરદાર સ્પર્ધા ચાલી રહી હતી. પરંતું ભાજપનો જાદુ ન ચાલ્યો. જેમ કે, સ્મૃતિ ઈરાની, મેનકા ગાંધી, માધવી લતા, અન્નામલાઈ, ઉજ્જવલ નિકમ, નવનીત રાણા, અજય મિશ્રા ટેની આ બધાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત અયોધ્યાની હાર ભાજપ માટે શરમજનક છે. 

મોદીને પણ ના મળી 5 લાખની લીડ, વારાણસીમાં પ્રધાનમંત્રી માત્ર 1.52 લાખ મતથી જીત્યા. આ તેમની 3 ટર્મની સૌથી ઓછી લીડ છે 

એનડીએને સૌથી વધુ નુકસાન યુપીમાં થયું, ઉત્તર પ્રદેશના પરિણામોએ ભાજપને સૌથી મોટો ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટી 36 બેઠકો પર આગળ ચાલી રહી છે

ઉત્તર પ્રદેશમાં આમ તો ભાજપ અનેક બેઠકો પર ચૂંટણી હારી છે. પરંતુ અયોધ્યાની હાર ભાજપ માટે મોટો ઝટકો સમાન છે. રામમંદિરમાં મોદીને દંડવત ફળ્યા નહીં, અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં ભાજપે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું, ત્યાં જ ભાજપ હાર્યું છે. 

ગુજરાતમાં ભાજપને ધાર્યા કરતા ઉલટુ પરિણામ મળ્યું, ભાજપની ક્લિન સ્વીપ પર એક મહિલા ભારે પડી, કોંગ્રેસમાંથી બનાસનીબેન ગેનીબેનની જીત, ક્લીનસ્વીપનો સંકલ્પ અધૂરો રહ્યો.

રાહુલ ગાંધીની જીત ભાજપ માટે ઝાટકો સમાન, વાયાનાડ અને રાયબરેલીમાં રાહુલ ગાંધીની જીત 

અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીને કોંગ્રસના કિશોરી લાલ શર્માએ હરાવીને આખા દેશને ચોંકાવી દીધા છે. સ્મૃતિની હાર રાહુલ ગાંધીની ગત હાર કરતા મોટી છે. સ્મૃતિ ઈરાની 1.30 લાખ વોટથી હાર્યા છે. 

રાજસ્થાનની 25 લોકસભા સીટો પર જનતાનો ચુકાદો આવી ગયો છે. 10 વર્ષ બાદ કોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ અને ભારતના ગઠબંધનથી સતત બે ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરનાર ભાજપને આ વખતે 14 બેઠકો પર ઘટાડી દીધી છે. એક તરફ બાડમેરમાં જ્યાં મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ચૌધરી ચૂંટણી હારી ગયા છે, ત્યાં ચુરુમાં રાહુલ કાસવાનની ટિકિટ કાપવાનો નિર્ણય મોંઘો સાબિત થયો છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટ પર NDA ઉમેદવાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરથી 15,759 મતોથી આગળ છે.

લખીમપુર ખેરીમાં ભાજપને મોટો ફટકો પડ્યો. અજય મિશ્રા ટેની હાર્યા. ઉત્તર પ્રદેશની ખેરી લોકસભા બેઠક પરથી ભાજપના અજય મિશ્રા ટેની 30 હજાર મતોથી હારી ગયા છે. ટેનીનો મુકાબલો સપાના ઉત્કર્ષ વર્મા સામે હતો. ઉત્કર્ષ વર્માને કુલ 5 લાખ 46,029 વોટ મળ્યા છે. જ્યારે અજય મિશ્રાને 5 લાખ 15,692 વોટ મળ્યા છે. 

તમિલનાડુમાં ભાજપની સૌથી મોટી આશા ધ્વસ્ત થઈ છે. ભાજપે કોઈમ્બતૂર સીટ પર અન્નામલાઈની જીતનો ભરોસો હતો. પંરતુ તેઓ કંઈ ઉકાળી ન શક્યા. અન્નામલાઈ ડીએમકેના ગણપતિકુમાર પી કરતા 24 હજાર વોટથી પાછળ છે.

ઉજજ્વલ નીકમ પણ હાર્યા

મુંબઈ નોર્થથી ભાજપના ઉમેદવાર અને કસાબનો કેસ લડનાર વકીલ ઉજ્જવલ નિકમ પાછળ, વર્ષા ગાયકવાડ 4436 વોટથી આગળ છે.

યુપીમાં ઘણી હાઈપ્રોફાઈલ સીટો છે, જેમાં સુલતાનપુરનો સમાવેશ થાય છે. સુલતાનપુર લોકસભા સીટ સપાના રામભુઆલ નિષાદે ચૂંટણી જીત્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી ચૂંટણી હારી ગયા છે. યુપીમાં મોદી સરકારના 7 મંત્રીઓ હારી ગયા છે. 

ભાજપે હૈદરાબાદ બેઠક પર માધવી લતા પર ભરોસો મૂક્યો હતો, પરંતું માધવી લતા AIMIM ના ઔવેસી સામે 3 લાખ વોટથી હારી ગયા છે. 

નવનીત રાણા મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી કમળ ખીલાવી શક્યા નથી. મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા સીટ પર મોટો અપસેટ સર્જાયો છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર નવનીત રાણા અમરાવતી કમળ ખીલવી શક્યા નથી. કોંગ્રેસના નેતા બળવંત વાનખેડે તેમને હરાવ્યા હતા.

આ વખતે જનતાએ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી, જેઓ 2014થી સતત મુઝફ્ફરનગરથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા હતા. પણ આ વખતે ભાજપનો જાદુ ચાલી શક્યો નથી. સપાના ઉમેદવાર હરેન્દ્ર મલિક મુઝફ્ફરનગર લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. ભાજપના ઉમેદવાર ડો.સંજીવ બાલ્યાને હારનો સામનો કરવો પડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news