પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતું, હવે અહી પોસ્ટીંગ માટે લાઈન લાગે છે : અમિત શાહ
સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) આજે કચ્છમાં છે. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓએ સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.