રક્ષિત પંડ્યા, સોમનાથ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. પરિવાર સાથે સોમનાથ મંદિરે આવેલા અમિત શાહે મહાદેવની પૂજા અર્ચના કરી. અમિત શાહની સાથે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સાંસદ રાજેશ ચુડાસમા અને ભીખુ દલસાણીયાની ઉપસ્થિત રહ્યાં. અમિત શાહ સોમનાથના  સમુદ્ર કિનારે તૈયાર કરવામાં આવેલા વોક વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. 45 કરોડના ખર્ચે તૈયાર થનારો વોક વે 1500 મીટર રનિંગ અને 7 મીટર પહોળાઈનો છે. 5 રાજ્યની ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના શરણે આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ સકંજામાં, જાણો કેવી રીતે પોલીસે ઊંઘતો દબોચ્યો?


સોમનાથ મહાદેવનાં શરણે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાજપનાં કાર્યકર્તાઓએ સ્વાગત કર્યુ હતુ. આજે સવારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સોમનાથ પહોંચશે. અમિત શાહ આજે સવારે 46 કરોડના ખર્ચે બનાવેલ વૉક-વે કામનું ભૂમિપૂજન કરશે.


પેપરલીક કાંડ: પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર કરશે ન્યાયયાત્રા


ભારત સરકારે પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ મંદિરની ફરતે વોક-વે બનાવવામાં આવશે.ત્યારબાદ અમિત શાહ સોમનાથ ચોપાટી ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સભા સંબોધશે અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા વિચારણા કરશે.


રાજ્યના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...