‘36 લાખ બહેનો જ્યારે 53 હજાર કરોડના ટર્નઓવરનું કારણ બને છે ત્યારે ખબર પડે છે કે ઘરમાં કામ કરતી મહિલાની ક્ષમતા કેટલી છે’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ (Amul) ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ (Amul) ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે ભાટ સ્થિત અમુલ ફેડ ડેરીમાં ઉદ્ઘાટન બાદ મુલાકાત પણ લીધી હતી. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે, જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહની સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલે પણ પ્લાન્ટની મુલાકાત લીધી છે.
આ પણ વાંચો : મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, એવો બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા
કાર્યક્રમમાં સંબોધનમાં તેમણે કહ્યું કે, અમૂલ દેશનું સૌથી મોટુ ઉત્પાદક બન્યુ છે. આજે નવા બટર પ્લાન્ટનું પણ ઉદઘાટન થયું છે. અમૂલના સહકારી આંદોલનનં ઓનોલાલિસ કરીએ તો, તેના ત્રણ ભાગ છે. દૂધ ઉત્પાદક કરતી મહિલાઓ, જે ગુજરાતના 18 હજાર ગામમાંથી પોતાનુ યોગદાન આપે છે. બીજુ દૂધને અલગ અલગ ભાગમાં વહેંચીને તેને પ્રોસેસ કરવું, ત્રીજી પ્રોસેસ તેના માર્કેટિંગમાં છે. આ ત્રણેય અંગોને મજબૂત કરવાનું કાર્ય અહી થાય છે. દેશની જરૂરિયાતમાં કયુ આર્થિક મોડલ ફીટ થશે તે મોટો વિષય છે. પ્રધાનમંત્રીએ 75 વર્ખ બાદ અનેક લોકોના શાસન કર્યા બાદ ગુજરાતના મોડલને પારખી લીધુ હતું. દેશના મોડલનું મજબૂત મોડલ સહકાર જ હોઈ શકે છે. પીએમ મોદીએ ભારત સરકારમાં સહકારતાનુ માધ્યમ શરૂ કર્યું છે. ખેડૂતો સાથે જોડાયેલ લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. સહકારિતા વિષય 140 વર્ષ જૂનો વિષય છે. સરદાર પટેલ અને ત્રિભોવન દાસે તેની કલ્પના કરી હતી. 21 ગામથી શરૂ થયેલુ દૂધ આંદોલન આજે 36 હજાર ગામ સુધી પહોંચ્યુ છે. દેશને દૂધ પહોંચાડવાનુ કામ અમૂલ કરુ રહ્યું છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે.
આ પણ વાંચો : નર્મદામાં હોમગાર્ડની ભરતી માટે બેરોજગાર યુવાનો ઉમટ્યા, રાત્રે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યાં
તેમણે કહ્યું કે, મારે બહેનોને કહેવા માગુ છું કે, અમૂલના ત્રણ વિભાગ વિભાગ મેં જણાવ્યા. સવારે ચાર વાગ્યે ઉઠીને ભેંસ ધોવાનુ મહત્વ સૌથી વધુ છે. અમૂલની આખા દુનિયામાં ચર્ચા છે. બહેનોને સશક્ત કરવાનુ છે. મારે રાજકીય પંડિતોને કહેવુ છે કે, અમૂલનુ મોડલ જોઈ લો. અમૂલ સાથે જોડાયેલ દરેક મહિલા પોતાના ઘરમાં દબદબો રાખે છે. રૂપિયાનો ચેક તેમના નામે આવે છે, અને પુરુષોને તેમની પાસેથી રૂપિયા લેવા પડે છે. મહિલા સશક્તિકરણનો આ સૌથી સફળ પ્રયોસ છે. એનજીઓ ચલાવતા લોકોને અપીલ છે કે કો-ઓપરેટિવ સોસાયટી બનાવો, તો લોકોને ફાયદો થાય.
તેમણે કહ્યું હતું કે, અમૂલ વગર ભારતમાં દૂધની જરૂરિયાત પૂરી કરવી અસંભવ છે. આજે સ્પષ્ટ દેખાય છે કે, અમૂલ ગુજરાતની સીમાઓને લાંધીને અનેક રાજ્યમાં આગળ વધી રહ્યું છે. હું આંદોલન સાથે જોડાયેલો છું. વ્યવસાય કર્યો છે, વિદ્યાર્થી નેતા હતો, રાજકીય ક્ષેત્રે છું, સહકારિતા ક્ષેત્રે પણ હતો. અનેક લોકોને જોડીને પ્રચંડ શક્તિના નિર્માણને જોઈએ છે તો ખબર પડે છે કે નાના લોકોનુ યોગદાન કેટલુ અને કેવુ છે. 36 લાખ બહેનો જ્યારે 53 હજાર કરોડોના ટર્નઓવરનું કારણ બને છે ત્યારે ખબર પડે છે કે ઘરમાં કામ કરતી મહિલાની ક્ષમતા કટેલી છે.