મૌલિક ધામેચા/અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહે અમદાવાદ અલગ અલગ વિસ્તારોમાં રૂ. 210 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહ આજે બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 


AUDA દ્વારા 210 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમિત શાહે આજે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું છે. આ સાથે બોપલમાં 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા 7.73 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અફોર્ડેબલ હાઉસિંગનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી EWS પ્રધાનમંત્રી આવાસ યોજનાના 70 જેટલાં પરિવારને ઘરનું ઘર મળશે. 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. આ સિવાય 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન તેમજ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube