બ્રિજેશ દોષી, અમદાવાદઃ અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિકથી ભરચક રહેતા એસજી હાઈવે પર લોકોને રાહત મળવાની છે. અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બંન્ને ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિંધુ ભવન અને સાણંદ ચાર રસ્તા પર એમ બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ફ્લાય ઓવર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ તબક્કામાં બે ફ્લાય ઓવરનું લોકાર્પણ થયું છે. તો અમદાવાદ-ગાંધીનગર છ માર્ગીય રોડનું પણ કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર નાગરિકો પાસેથી ટોલ પણ લેવામાં આવશે નહીં.


આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, ગુરૂદ્વારામાં ભક્તોનો જમાવડો


ગુજરાત ફાટક મુક્ત રાજ્ય બનશે
આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ-રાજકોટ સિક્સ લેન રોડનું પણ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 2 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બની રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, 3400 કરોડના ખર્ચે 68 ઓવર બ્રિજ રેલવે ફાટકો પર બનવાના છે. નીતિન પટેલે જાહેરાત કરી કે, આગામી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત દેશનું પ્રથમ રાજ્ય બની જશે. 


અમદાવાદીઓને ટ્રાફિકના ત્રાસમાંથી મુક્તિ મળશે
વર્ષ 2016-17માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતા. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. આજે આ બંન્ને ફ્લાય ઓવરના લોકાર્પણ થઈ ગયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube