ઝી બ્યુરો/વડોદરા: PMOના નામે રૂઆબ છાંટતા કિરણ પટેલની જેમ CMOના નામે રોફ ઝાડતા વધુ એક મહાઠગ વિરાજ પટેલની પોલ ખૂલ્લી પડી છે. વડોદરા પોલીસે સમગ્ર મામલે ઝીણવપૂર્વક તપાસ કરતા આ ભેજાબાજ વિશે અનેક ચોંકાવનારી વિગતો ખૂલી છે. વિરાજ પટેલે મુંબઈની એક મોડેલ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ વડોદરામાં ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે ઝીણવટભરી તપાસ કર્યા બાદ મહાઠગ વિશે બીજી એક મોટી ઘટના હાથ લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મોદીને ટક્કર આપશે કોંગ્રેસ, એવો પ્લાન ઘડ્યો કે ભાજપને આવશે ટેન્શન


CMO ઓફિસર તરીકેની ઓળખ આપનાર ઠગબાજ ઝડપાયા બાદ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકોને ઠગવાની કોશિશ કરી છે, પરંતુ 2020માં અમિત શાહના ભાણા તરીકેની ઓળખ આપી આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાની કોશિશ કરી હોવાનો ખુલાસો થયો છે. મહાઠગ વિરાજ પટેલે પોતાની વિરાજ શાહની ઓળખ આપીને આગ્રામાં અમિત શાહ માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી. વર્ષ 2016માં ઉજ્જૈનના ધારાસભ્ય મોહન યાદવ સાથે પણ આજ રીતે ઠગાઈ કરી હતી અને જેલમાં ગયો હતો.


ભાજપે બહાર પાડ્યું ઘોષણા પત્ર, સરકાર બનશે તો લોકોને આપશે આટલી 'રિટર્ન ગિફ્ટ'


અન્ય એક યુવતીને પણ ગિફ્ટ સીટી માટે મોડેલિંગના નામે ફસાવી ઠગાઈ કરી હતી. જુલાઈ 2022માં બોપલની યુવતીને ગિફ્ટ સીટીના મોડેલિંગ કરવાના નામે 50 હજારની ઠગાઈ કરી હતી. વિરાજ વિરુદ્ધ અમદાવાદના જુદા જુદા પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલ છે. 


મુંબઈની મોડેલિંગ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું
મુંબઇની એક મોડેલ સાથે વડોદરાની એક હોટલમાં રોકાયેલો વિરાજ પટેલ મોડેલ સાથે ગોત્રીના નિલામ્બર સર્કલ પાસે આવેલા એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો, ત્યારે સીટ મામલે બોલાચાલી થઇ હતી. વિરાજે CMO માંથી આવું છું, ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ છું. તેમ કહી દમદાટી આપતાં કોઇએ પોલીસને જાણ કરી હતી. 


ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet


ગોત્રી પોલીસની ટીમએ થિયેટરમાં પહોંચી CMOમાં તપાસ કરી હતી. જે દરમિયાન આ નામની કોઇ પણ વ્યક્તિ ઓફિસમાં નહિં હોવાની અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ પણ નહિં હોવાની વિગતો ખૂલી હતી. જેથી ગોત્રી પોલીસે વિરાજ અશ્વિનભાઇ પટેલ(પૃથ્વી હોમ્સ, સત્યમેવ રોયલ્સપાસે, સરગાસણ, ગાંધીનગર) સામે બોગસ દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.


SC એ હાઈકોર્ટનો આદેશ પલટી નાખ્યો, સરકારી નોકરીઓમાં 58% અનામત પર લાગેલી રોક હટાવી


પોલીસની પૂછપરછ દરમિયાન ભેજાબાજ વિરાજે કહ્યું હતું કે, હું ગાંધીનગર ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ છું અને મારી સાથેની મોડેલને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. જેથી તેને ઉર્વશી સોલંકી અને તેના માણસો એમ્બેસેડર તરીકે ખસી જવાનું કહી ધમકી આપી રહ્યા છે. મોડેલના જાનને જોખમ હોવાથી અમે વડોદરામાં રોકાયા છીએ. વિરાજના આ પ્રકારના નિવેદન બાદ એક સમયે તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી, પરંતુ મુંબઈ ની મોડેલે વિરાજ પર દુષ્કર્મનો આરોપ લગાવતા વિરાજનો ખેલ ઊંધો પડી ગયો હતો.


મોદી સરકારની પાકિસ્તાની આતંકીઓ પર 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક એપ પર પ્રતિબંધ 


મુંબઈની મોડેલે પોલીસને જણાવ્યું હતું કે, વિરાજ પટેલ દ્વારા ગિફ્ટ સિટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી ગોવા તેમજ વડોદરા માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ ફરિયાદ નહિ કરવા ધમકીઓ આપવામાં આવતી હતી, ત્યારે ગોત્રી પોલીસે મોડેલની ફરિયાદ બાદ નકલી CMO ઓફિસર વિરાજ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મનો પણ અલગ ગુનો દાખલ કર્યો છે.


ભાજપે બહાર પાડ્યું ઘોષણા પત્ર, સરકાર બનશે તો લોકોને આપશે આટલી 'રિટર્ન ગિફ્ટ'


ઉલ્લેખનીય છે કે, વિરાજ દ્વારા વડોદરામાં પોતે CMO તેમજ ગિફ્ટ સિટીનો પ્રેસિડેન્ટ હોવાનો રોફ જમાવવામાં આવતો હતો તો સાથે જ નકલી ઓફિસર બની મુંબઈની એક યુવતીને પણ પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યારે પોલીસ કમિશનરે વિરાજની કુંડળી મેળવવા સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ તેની કોલ્સ ડીટેલ મેળવી સંપર્કો અને અન્ય વિગતો મેળવશે. આ ઉપરાંત તેની સાથેની મોડેલની પણ પૂછપરછ કરી વિગતો મેળવશે. ત્યારબાદ તેની સામે બીજા ગુના પણ નોંધાઇ શકે છે.