Karnataka Assembly Election: ભાજપે બહાર પાડ્યું ઘોષણા પત્ર, સરકાર બનશે તો લોકોને આપશે આટલી 'રિટર્ન ગિફ્ટ'
Karnataka Election 2023: કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. પાર્ટીએ તેને 'વિઝન ડોક્યુમેન્ટ' નામ આપ્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજધાની બેંગ્લુરુમાં તેને બહાર પાડ્યું. ભાજપે રાજ્યના લોકોને 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ ભેટ ગણેશ ચતુર્થી, યુગાડી અને દીવાળીના અવસરે બીપીએલ પરિવારોને આપવામાં આવશે.
Trending Photos
Karnataka Assembly Election: કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. પાર્ટીએ તેને 'વિઝન ડોક્યુમેન્ટ' નામ આપ્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજધાની બેંગ્લુરુમાં તેને બહાર પાડ્યું. ભાજપે રાજ્યના લોકોને 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ ભેટ ગણેશ ચતુર્થી, યુગાડી અને દીવાળીના અવસરે બીપીએલ પરિવારોને આપવામાં આવશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કર્ણાટકનું ઘોષણાપત્ર એસી રૂમમાં બેસીને બનાવવામાં આવ્યું નથી. પરંતુ એક યોગ્ય કવાયત કરવામાં આવી છે. રાજ્યના દરેક ખૂણાની મુલાકાત કરનારા અમારા કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં કડક મહેનત અને દ્રઢતા કરાઈ હતી. તેને પહેલા બનાવવામાં આવ્યું હતું. તેમણેક હ્યું કે બેંગ્લુરુને રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે નોમિનેટ કરીને વિક્સિત કરીશું અને એક વ્યાપક ટેક્નોલોજી આધારિત શહેર વિકાસ કાર્યક્રમને અમલીકરણ કરીશું.
ભાજપના દરેક વોર્ડમાં એક અટલ આહાર કેન્દ્ર સ્થાપિત કરીને તથા પોષણ સ્કીમ હેઠળ દરેક બીપીએલ કાર્ડધારક પરિવારને અડધો લીટર નંદીની દૂધ આપવાનું વચન આપ્યું છે. પાર્ટીએ ગરીબ લોકોને રાજ્યમાં 10 લાખ ઘર આપવાની જાહેરાત કરી છે. જ્યારે સામાજિક ન્યાય નિધિ સ્કીમ હેઠળ એસસી-એસટી મહિલાઓને પાંચ વર્ષ માટે 10 હજાર રૂપિયાની એફડી કરવાનું વચન આપ્યું છે. આ સાથે જ ભાજપે વચન આપ્યું છે કે તે કર્ણાટક એપાર્ટમેન્ટ સ્વામિત્વ અધિનિયમ 1972માં સુધાર કરશે. આ માટે કર્ણાટક રેસિડેન્સ વેલફેર કન્સલ્ટેટિવ કમિટીની રચના કરવામાં આવશે. જો કે બેંગ્લુરુમાં અપાર્ટમેન્ટમાં રહેતા લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડમાં સુધાર કરશે.
ભાજપના મોટા વચનો
- સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે.
- બેઘરો માટે દસ લાખ મકાન તૈયાર કરવામાં આવશે.
- એસસી એસટીની મહિલાઓ માટે પાંચ વર્ષની 10 હજાર રૂપિયાની એફડી
- સરકારી શાળાઓને વિશ્વ સ્તરીય માપદંડો મુજબ અપગ્રેડ
- બીપીએલ પરિવારને દર વર્ષે ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર, ઉગાડી, ગણેશ ચતુર્થી અને દીવાળીના અવસરે અપાશે.
- નગર નિગમના પ્રત્યેક વોર્ડમાં સસ્તુ, ગુણવત્તાવાળું અને સ્વસ્થ ભોજન આપવા માટે અટલ આચાર કેન્દ્ર
- પોષણ યોજના હેઠળ બીપીએલ પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને દર મહિને પાંચ કિલો શ્રી અન્ન શ્રી ધન્ય રાશન કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે