Gandhingar News : કેન્દ્રીય ગૃહ તેમજ સહકારી ક્ષેત્રના મંત્રી અમિત શાહે કડવા સમજના અત્યાધુનિક સુવિધાઓથી યુક્ત અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શાહે કડવા પટેલ સમાજના ભરપેટ વખાણ કર્યા હતા. શાહે કહ્યું હતું કે, આજે રથયાત્રાના શુભ પ્રસંગે અમદાવાદના હાર્ટ સમાન વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓથી ભરેલા છાત્રાવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ સંસ્થા 5-10 વર્ષ પૂર્ણ કરે તો તે સફળ ગણાય છે. પરંતું કડવા પાટીદાર સમાજની આ સંસ્થા 100 વર્ષ પૂરા કરવાની છે. આ આપણા માટે ગર્વ અને આનંદની વાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય અને દેશના વિકાસમાં પટેલોનું મોટું યોગદાન
શાહે સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિદ્યાર્થી ભવનના ભૂમિપૂજનના સમયે તેઓ આવી શક્યા ન હતા. પંરતું આજે તમે મને બોલાવીને મારા મનની ઈચ્છા પૂરી કરી છે. કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં મોટુ યોગદાન આપ્યું છે. ગુજરાત તેમજ પટેલ સમાજનો વિકાસ સમાનાંતર થતો રહ્યો છે. આ સમાજે કઠોર પરિશ્રમ કરીને સમાજના વિકાસની સાથે સાથે રાજ્ય તેમજ દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. 


ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેત


ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું હતું કે, આગળ વધવા મટે એક લક્ષ્ય નિર્ધારિત કરીને એ દિશામાં નિશ્ચિત પ્રયાસ કરવા જોઈએ. કડવા પાટીદાર સમાજની આ સંસ્થાએ ગુજરાતમાં બહુ જ મોટુ યોગદાન આપ્યું છે. આ પવિત્ર ભૂમિ પર સરદાર પટેલે અનેક દિવસો વિતાવ્યા છે. અને સ્વતંત્રતા આંદોલનમાં મોટું યોગદાન આપ્યું છે. આ સંસ્થા આગામી દિવસોમા ઉચ્ચ શિક્ષાની સાથે સાથે શિક્ષણનો ઉજાસ ફેલાવવાનું પણ કાર્ય કરશે. 


તેમણે યુવાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજે દેશ માટે મરવાની નહિ, પરંતું દેશ માટે જીવવાની જરૂર છે. તમે આઈએએસ, આઈપીએસ, મુખ્યમંત્રી, ડોક્ટર, સારા નાગરિક કે ગૃહિણી બનો, પરંતું દેશ માટે કામ કરવુ જરૂરી છે. 


આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સો શિક્ષકોની અછત એક માતા પૂરી કરી શકે છે. તેવી જ રીતે, છાત્રાલયો શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સમરસ છાત્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારની સાથે સાથે સમાજ પણ આ ક્ષેત્રમાં પોતાની જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી રહ્યો છે. જે રાજ્ય માટે સારી બાબત છે. આ પ્રસંગે અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ સતીષભાઈ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સંસ્થાની રૂપરેખા રજૂ કરી સંસ્થાના વિકાસમાં સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી