વૃક્ષારોપણ કરીને અમિત શાહે કહ્યું, તમને વૃક્ષો વાવવા હશે ભાજપના કાર્યકર્તાઓ તમને રોપા લાવી આપશે
Amit Shah In Gujarat : ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી મોટી ભેટ...ચાંદલોડિયા અંડરપાસનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યામાંથી અપાવ્યો છૂટકારો....ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ કાઉન્ટર પણ કર્યું ઉદ્ધાટન
ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા Amc અને રેલવેના સંયુક્ત ઉપક્રમે બનેલા કુલ 33 કરોડના ખર્ચના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર લોકસભામાં અમિત શાહનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. ‘હરિયાળી લોકસભા,ગાંધીનર લોકસભા’ અને ‘મિશન મિલિયન ટ્રી’ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરને હરિયાળું બનાવાશે તેવો સંકલ્પ અમિત શાહે આપ્યો છે.
આ પ્રસંગે અમિત શાહે કહ્યુ હતુ કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રે આવું ઈનિશિયેટિવ લીધું, જે કોર્પોરેશનને મદદરૂપ થશે. BJPના કાર્યકર્તાઓ આવા વૃક્ષો લાવી આપશે તેમના નંબર આપેલા છે. ઘર દીઠ એક વૃક્ષ આપવાની નેમ લઈએ તો કુદરતનું દેવું ઉતારી શકાશે. વેદો ઉપનિષદોમાં પણ કહ્યું છે કે પ્રકૃતિનું દોહન કરી શકાય એનું શોષણ ના કરાય. વિકાસની આંધળી દોટે ઓઝોનનું સ્તર ઓછું કરી મૂક્યુ છે. નદીનું પાણી સાચવવા, નિરોગી રહેવા, ઓક્સિજન મેળવવા વૃક્ષો વાવવા જરૂરી છે. આ નાનો પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
આ પણ વાંચો : 196 કરોડ ગયા પાણીમાં.... ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર વરસાદી પાણીમાં ગરકાવ
સાથે જ તેમણએ 15 લાખથી પણ વધુ વૃક્ષો ગાંધીનગર લોકસભામાં વાવવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, વૃક્ષ વાવવા હશે તો બીજેપીના કાર્યકર્તાઓ તમને લાવી આપશે. આપણી આસપાસના વિસ્તારને હરિયાળું કરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આપણે જવાબદારી સમજીને વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણ કરીએ તો કુદરતનું દેવું માફ થઈ જાય. કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પર વૈશ્વિક સ્તરે ભારત નેતૃત્વ કરી રહ્યું છે. ઓઝોનનું પડ સમાપ્ત થઈ જશે તો પૃથ્વી સમાપ્ત થઈ જાય. કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડના બેલેન્સ માટે વૃક્ષો વાવવા જરૂરી છે. કોરોનામાં જે અનુસાર ઓક્સિજનની જે તકલીફ લોકોએ અનુભવી એવી તકલીફ રોજે રોજ લોકો અનુભવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે
અમદાવાદને મળી આ ભેટ
ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને મોટી ભેટ આપી છે. તેમણે ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ કર્યું. આ ચાંદલોડિયા અંડરપાસનું લોકાર્પણ થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે. વરસાદમાં જૂનો અંડરપાસ બંધ થઈ જતા ગ્રાહકોને મોટી મુશ્કેલી પડતી હતી. તેથી 5 કરોડ 12 લાખના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર બનેલી બુકિંગ ઑફિસનું પણ લોકાર્પણ કરાયું, જે 1 કરોડ 64 લાખના ખર્ચે તૈયાર કરાયુ છે. સાબરમતી રેલવે સ્ટેશન ઉપર એસી વેઇટિંગ રૂમનું, મહિલા વેઇટિંગ રૂમનું ઉદ્ધાટન કરાયું.
લોકાર્પણ બાદ તેમણે કહ્યુ કે, આજે સાબરમતી વિધાનસભા ક્ષેત્ર રેલવે સુવિધાની દ્રષ્ટિથી ઘણો મોટો દિવસ છે. ક્યાંય પણ જવું હોય તો રીક્ષા-સ્કૂટર આવીને રેલવે સ્ટેશને આવીને ઉભી રહી જતી હતી. આજે અંડરબ્રિજ, ઓવરબ્રિજ બધું બનીને તૈયાર છે. હવે ક્યાંય અટકાવવાની જરૂર નહી પડે. પહેલા ચાંદખેડાથી ટિકિટ કરાવવી હોય તો કાલુપુર જવું પડતું હતું. હવે કન્યાકુમારી પણ જવું હોય તો ચાંદલોડિયામાં જ ટિકિટ મળી જશે. 2 કરોડના ખર્ચે ચાંદલોડિયા પ્લેટફોર્મને ઉપર લાવવાનું કામ થયું છે. સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ફૂટ ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત થઇ ગયું છે.