196 કરોડ ગયા પાણીમાં.... ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર વરસાદી પાણીમાં ગરકાવ

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં બનેલો રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તળાવમાં ફેરવાઈ ગયો છે. કોરિડોરની ડિઝાઈનમાં ખામી હોવાના કારણે પાણી ભરાતા એક તરફનો રસ્તો હાલ બંધ કરાયો છે. બનાસકાંઠાના ડીસામાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાવાની ઘટના સામે આવી છે. માત્ર 5 ઈંચ વરસાદમાં એલિવેટેડ બ્રિજની બંને સાઈડમાં પાણી ભરાયા છે, જેથી વાહનચાલકો હાલ વરસાદી પાણીમાંથી વાહનો કાઢીને બહાર નીકળી રહ્યાં છે. હજી ગત વર્ષે જ 196 કરોડના ખર્ચે બનેલા આ પુલનુ ઉદઘાટન કરાયુ હતું. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ પહેલા જ વરસાદમાં સરકારી કામગીરી પર સવાલો ઉઠ્યા છે. બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. 

1/11
image

ડીસામાં મોડી રાત્રે પડેલ વરસાદના કારણે ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો બ્રિજ ઉપર પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન તથા કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.

2/11
image

બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ડીસા શહેરની  મધ્યમાંથી પસાર થતો ગુજરાતનો સૌથી લાંબો 3.750 કિલોમીટરનો અને 222 કરોડના ખર્ચ બનેલ આધુનિક એલીવેટેડ કોરીડોર ઓવરબ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. 

3/11
image

બ્રિજ ઉપર પાણી ભરાઇ જતા એક બાજુનો બ્રિજ બંધ કરી દેવાયો છે તો બીજીબાજુ મહા મુશ્કેલીથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. 

4/11
image

કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ પુલ ઉપર આ રીતે પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન અને કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

5/11
image

બ્રિજ જમીનથી ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલ હોવાથી આ રીતે પાણી ભરાવવુ એ પ્રથમવાર જોયું. ત્યારે લોકો અને વાહન ચાલકો બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને બ્રિજ ઉપરથી તરતજ પાણી નીકાળવાની માંગ કરી રહ્યા છે.

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image