નવી દિલ્હી : હાલમાં મળેલા લેટેસ્ટ સમાચાર પ્રમાણે અમિત શાહે બીજેપીને ટેકો આપતા 113 ધારાસભ્યોની યાદી તૈયાર કરી લીધી છે. બીજેપીએ 104 ઉપરાંત 09 અન્ય સભ્યોના સમર્થન સાથે 113 સમર્થનવાળો પત્ર મોકલ્યો છે. રાજ્યપાલને આ સમર્થનવાળી યાદી મોકલાશે ત્યારે અન્ય 09 ધારાસભ્ય કોણ કોણ છે તેના પર સસ્પેન્સ યથાવત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યા બાદ તેમને વિધાનસભામાં  15 દિવસમાં બહુમત સાબિત કરવાનો છે. બીજેપીની પાસે અત્યારે 104 ધારાસભ્યો છે, જે પાર્ટીની  ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેને બહુમત સાબિત કરવા માટે 9 ધારાસભ્યોની  જરૂર છે. આ વચ્ચે કોંગ્રેસના બેલ્લારીથી ધારાસભ્ય આનંદ સિંહનો કોઈ પતો નથી. કોંગ્રેસના દિગ્ગજ  નેતા ડીકે સુરેશે કહ્યું કે આનંદ સિંહને છોડીને તમામ ધારાસભ્યો અમારી સાથે છે, પરંતુ તેમનો કોઈ  પતો નથી. માનવામાં આવી રહ્યું છે કે, તે બીજેપીની સાથે જતા રહ્યાં છે. બીજીતરફ રોનેબેન્નુર સીટથી  જીતેલા અપક્ષ ધારાસભ્ય એન. શંકર પહેલાથી જ બીજેપીના કેમ્પમાં નજર આવી રહ્યાં છે. રાજનીતિક  પંડિત તે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે સંભવતઃ બંન્ને ધારાસભ્યો બીજેપીની પાસે જતા રહ્યાં છે. 


ગુજરાત પર વાવાઝોડાની ઘાત, પોરબંદર પર લગાવાયું સિગ્નલ નંબર 1


સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગયા પછી હવે યેદિયુરપ્પાના વડપણમાં કર્ણાટકમાં બીજેપી સરકાર બની ગઈ છે. કર્ણાટકમાં ભારે રાજકીય હલચલ જામી છે ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તુટવાથી બચાવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હાલમાં ઇગલટન (Eagleton Restort) રિસોર્ટમાં રોકાયેલા છે. કોંગ્રેસ અને જેડીએસ બંનેએ બીજેપી પર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કરીને આરોપ લગાવ્યો છે કે બહુમત ન મળ્યો હોવા છતાં રાજ્યમાં સરકાર બનાવવા બીજેપી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.