અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 25 અને 26 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં હશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત પરિવાર સાથે દીવાળીનો સમય પસાર કરશે. તેઓ પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે 9:45થી 10:00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું તેઓ લોકાર્પણ કરવાના હતાં પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. જે મુજબ હવે તેઓ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ નું ઉદ્ઘાટન અમિત શાહ મહાનગરપાલિકાની કચેરી જઈને નહીં કરે પરંતુ મહાત્મા મંદિર માં યોજાયેલ આ કાર્યક્રમો દરમિયાન જ રિમોટ કન્ટ્રોલથી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કમાલ એન્ડ કંટ્રોલ નું લોકાર્પણ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાનગરપાલિકાની કચેરીએ જઈને કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ઘાટન કરવાના હતા.


વધુ વિગતો માટે જુઓ VIDEO


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...