અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે તેઓ આગામી 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તેઓ 4 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું છે. ત્યારબાદ તેઓ વિજય મહૂર્તે ઉમદવારી ફોર્મ ભરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 2009માં થયેલાં લઠ્ઠાકાંડ મામલે કોર્ટનો ચૂકાદો, 10 આરોપીઓ દોષિત ઠેરાવ્યા


ગુજરાત લોકસભાને લઇને ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે લાલ કૃષ્ણ અડવાણી જ્યાંથી ચૂંટણી લડતા હતા તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ આગામી 30 માર્ચે અમિત શાહ વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે આ ફોર્મ ભરતા પહેલા અમિત શાહના 4 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.


લોકસભા ચૂંટણી 2019: સુરતમાં પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા કરાઇ માગ


અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરથી આ ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે જ ગાંધીનગરથી ચૂંટણી લડતા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી. ત્યારે ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ખૂબજ મહત્વની છે. તેને લઇ ગાંધીનગરની બેઠક સાથે જ રાજ્યની 26 બેઠકો પર પણ જીત અપાવવાની જવાબદારી અમિત શાહના માથે રહશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...