2009માં થયેલાં લઠ્ઠાકાંડ મામલે કોર્ટનો ચૂકાદો, 10 આરોપીઓ દોષિત ઠેરાવ્યા

2009માં શહેરમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ મામલે સ્પેશિયલ કોર્ટે 22 આરોપીઓમાંથી 10 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે.

2009માં થયેલાં લઠ્ઠાકાંડ મામલે કોર્ટનો ચૂકાદો, 10 આરોપીઓ દોષિત ઠેરાવ્યા

અમદાવાદ: 2009માં શહેરમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ મામલે સ્પેશિયલ કોર્ટે 22 આરોપીઓમાંથી 10 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 7 સહિત મહિલાઓનો પણ સામાવેશ થાય છે.

2009માં અમદાવાદના કંટોડીયા વાસમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા 22માંથી 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ સહિત 10 આરોપીઓમાં મહિલાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીઓએ જે અપરાધ કર્યો છે તેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આરોપીઓ આ સિવાય પણ અન્ય ગુનામાં સંડોવાયેલા છે જેથી તેમને વધુમાં વધું સજા થાય અને દરેક ગુનામાં અલગ અલગ સજા કરવામાં આવે તેવી માગણી કરી છે. આ ઉપરાંત સરકારી વકીલે આરોપી સજા દરમિયાન 2 વખત ભાગી ગયો હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news