અમદાવાદ: ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજે (સોમવારે) અંતિમ દિવસ છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ હાજર રહીને લોકસભા ચૂંટણી માટે તૈયાર કરેલો રોડમેપ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં અસંતુષ્ટોની નારાજગી અને નબળા પ્રદર્શનના લીધે અલોકપ્રિય સાંસદો પર ગંભીર ચિંતન અને ચર્ચા થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચિંતન શિબિરના બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેવાના છે. તો સાથે જ આ શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સાથે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે. લોકસભાની 26 બેઠકો પર જીત મેળવવા માટે આ શિબિરમાં રોડમેપ તૈયાર કરવામાં આવશે. ચુંટણી માટે વ્યવસ્થા, સંકલન અને રાજકીય સ્થિતિનું આંકલન કરવામાં આવશે. કેંદ્રીય સ્તરે પણ ગુજરાત સંગઠનનુ મહત્વનુ સ્થાન છે. રાજ્ય સરકારની વિકાસ લક્ષી યોજનાઓના કારણે છઠ્ઠી વાર ભાજપની જીત થઈ છે. સરકારની યોજના જન જન સુધી પહોંચાડવા ચર્ચા કરાશે. બે દિવસ સુધી અલગ અલગ 10 જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. લોક સંપર્ક, પ્રચાર જેવા વિષયો પર પણ ચર્ચા કરાશે.

2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ 


સૂત્રોના અનુસાર ભાજપ દ્વારા કરાવવામાં આવેલા સાંસદોના સર્વેમાં કુલ 26 સાંસદોમાંથી ભાજપ આ વખતે અડધો ડઝનથી વધુ સાંસદોના પત્તા કાપશે. તેમના બદલામાં પ્રદેશ સંગઠનમાંથી વૈકલ્પિક નામો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ અંતુષ્ટોને મનાવીને ભાજપનો ગઢ બચાવવા માટે અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે સોમવારે તબક્કાવાર બેઠક આયોજિત કરી ચિંતન કરશે. 


આ સાંસદોના નામ કપાઇ શકે છે
અમદાવાદ પૂર્વની સીટ પરથી સાંસદ પરેશ રાવલ, અમદાવાદ પશ્વિમમાંથી ડો. કિરીટ સોલંકી, ગાંધીનગરથી એલ કે અડવાણી, પાટણથી લીલાધર વાઘેલા, સુરેંદ્રનગરથી દેવજી ફતેપુરા, ભરૂચથી મનસુખ વસાવા, વલસાડના કેસી પટેલ, અમરેલીના નારણ કાછડિયા, કચ્છમાંથી વિનોદ ચાવડા, મહેસાણાના જયશ્રીબેન પટેલ, સુરતથી દર્શનાબેન જરદોષ, સાબકાંઠાથી દીપસિંહ રાઠોદ સહિત વિઠ્ઠલ રાદડિયા અને પંચમહાલના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણના નવા વિકલ્પ શોધવામાં આવશે.