સંતોની સાથે બેઠકમાં ભાગ લેશે શાહ અને યોગી, રામ મંદિર મુદ્દે કરશે ચર્ચા
આરએસએસના પ્રમુખ મોહના ભાગવત અને બીજેપી મહાસચિવ રામમાધવ પણ આ બે દિવસીય બેઠકમાં ભાગ લેશે.
અમદાવાદ: બીજેપીના અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના રાજકોટમાં હિન્દુ ધાર્મિક નેતાઓ સાથે બેઠક કરીને તેમાં ભાગલે તેવી સંભાવનાઓ છે, જ્યાં રામ મંદિર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આરએસએસના પ્રમુખ મોહના ભાગવત અને બીજેપી મહાસચિવ રામમાધવ પણ આ બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. આર્ષ વિદ્યા મંદિરમાં ગુરુવારે સવારે ‘ચિંતન બેઠક’ શરૂ કરવામાં આવશે. જેમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા નેતાઓ અને સાધુ સંતો ભાગ લેશે.
આરએસએસ ગુજરાતના પ્રવક્ત વિજય ઠક્કરે આ અંગે કહ્યું કે‘દર બે વર્ષે હિન્દુ આચાર્ય સભા દ્વારા આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ સભામાં અલગ-અલગ હિંન્દુ સંસ્થાઓના ધાર્મિક પ્રમુખો પણ હાજર રહેશે.’
વધુ વાંચો...ડીજી કોન્ફરન્સ: વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચશે કેવડીયા, સુરક્ષાની થશે સમીક્ષા
રામ મંદિરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર
વિજય ઠક્કરે કર્યું કે તમામ ધાર્મિક, રાજનીતિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આમતો તેમણે આ વાતની વિગતો આપી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે, કે રામ મંદિરના મુદ્દે આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઇ શકે છે.
ગુજરાત બીજેુપીના પ્રવક્તા રાજુ ધ્રુવે આ વાતની પૃષ્ટિ કરી કે, અમિત શાહ આ બેઠકમાં ભાગ લેવા માટે રાજકોટ આવશે. તથા યુ.પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અહિ આવે તેવી શક્યતાઓ છે.
(ઇનપુટ-ભાષા)