ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. મકરસંક્રાંતિના દિવસે એક સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે. કોની થઈ છે હત્યા, કોણ છે આ હત્યારા મિત્રો અને એવું તો શું બન્યું કે આખરે સમગ્ર બનાવ હત્યામાં પલટાયો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના; 5 વર્ષીય બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતા ખબર પડી કે


ઉતરાયણના દિવસે અમદાવાદમાં ફરી લોહિયાળ ખૂની ખેલ ખેલાયો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એકઠા થયેલા મિત્રોએ એક સામાન્ય બોલાચાલીમાં હુમલો કરી હત્યા નીપજાવી છે. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે હત્યારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા નિતેશ તિવારી નામના વ્યક્તિને જેસલમેર ખાતે ઇન્ડિયન આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો તેનો મિત્ર મુકેશ ચૌહાણ રજા લઈને જેસલમેરથી અમદાવાદ મળવા આવ્યો હતો અને તે નિતેશ તિવારીના ઘરે જ રોકાયો હતો. 


બાળકની બલી કે હત્યા? આંતરડા અને પેટથી નીચેનો ભાગ મળ્યા બાદ ખોપરી મળી, અન્ય અંગ શોધવા


નિતેશ તિવારી અને તેનો મિત્ર મુકેશ ચૌહાણ સાંજના સમયે મેટ્રો પીલ્લર  નંબર 61ની આસપાસ ચા પાણી પીવા ગયા હતા, જ્યાં નિતેશ તિવારી નો અન્ય મિત્રો અજીત ઉર્ફે હંસરાજ ચૌહાણ અને તુષાર ગુપ્તા પણ ત્યાં ઉભા હતા. નિતેશ તિવારી અને અજીત ચૌહાણની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર બનતા અજીત ચૌહાણ નિતેશ ને માર મારવા લાગ્યો હતો. જેથી અજીત સાથે રહેલા તેના અન્ય મિત્ર તુષાર ગુપ્તા પણ નીતેશને માર મારવા લાગ્યો અને અજીતનું ઉપરાણું લઇ તુષાર ગુપ્તાએ પોતાના પાસે રહેલી છરીથી નિતેશ પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના બાદ નીતેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.


ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો શું છીનવાશે? આ રોગ બર્બાદ કરી નાંખશે રાયડાનો પાક


આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નિતેશ તિવારી તેમજ અજીત વચ્ચે જાતિ વિષયક શબ્દોને લઈને બોલાચાલી થઈ હતી અને તેને જ કારણે અજીત ઉશ્કેરાઇ જઈ નિતેશ પર હુમલો કર્યો હતો. જો કે અજીતની સાથે આવેલો તેનો મિત્રએ પણ અજીતનો સાથ આપી તેની પાસે રહેલી ચાકુ વડે નિતેશને માર માર્યો હતો. સમગ્ર ઘટના બાદ ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે અજીત ચૌહાણ તેમજ તુષાર ગુપ્તાની ધરપકડ કરી છે.


નવસારીના બે કારસેવકોની જુબાની; જાણો ગોળીબાર અને રક્તથી લાલ બનેલી સરયુની વ્યથા


પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુના ઓને અંજામ આપી ચૂક્યા છે અને પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે. બંને આરોપી ઓ અગાઉ અમરાઈવાડી અને રામોલ વિસ્તારમાં ગુના ઓને અંજામ આપી ચૂક્યા છે. જોકે આરોપી તુષાર સગીર હતો ત્યારે પણ તે એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જ્યારે હવે 19 વર્ષનો થતા તેણે હત્યાને પણ અંજામ આપ્યો છે. 


અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા


હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખરેખર બોલાચાલીમાં જ આ હત્યા થઈ છે કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.