અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોરખપુરના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા પરમેશ્વર યાદવ કલક કામનો કોન્ટ્રાક્ટ રાખી પત્ની તથા ત્રણ પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા

ઝી બ્યુરો/સુરત: ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલની છત પર વીજતારમાં ફસાયેલા પતંગનો દોરો કાઢવા જતા બે વિદ્યાર્થી દાઝ્યા હતા. જેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બે વિદ્યાર્થી પૈકી ગંભીરને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. 

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોરખપુરના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા પરમેશ્વર યાદવ કલક કામનો કોન્ટ્રાક્ટ રાખી પત્ની તથા ત્રણ પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરમેશ્વરના ત્રણ પુત્ર પૈકી 15 વર્ષીય શિવા અને 14 વર્ષીય શિવમ પ્રિયંકાનગરની શારદાયતન શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. મકરસંક્રાંતિની રજા બાદ મંગળવારે સવારે બંને ભાઈ શાળાએ ગયા હતા. ત્યારે મંગળવારે સવારે શાળાની છત પર પતંગનો દોરો વીજતારમાંથી બહાર કાઢતી વેળા કરંટ લાગતા બંને ભાઈ દાઝ્યા હતા. 

જેની જાણ સ્કૂલ તંત્રને થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઘટનામાં શિવા શરીરે ગંભીર રીતે દાઝ્યો હતો. જયારે શિવમ હાથના ભાગે દાઝ્યો હતો. બંને ભાઈ દાઝ્યા હોવાની જાણ પરિવારને થતા સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યા હતા. મંગળવારે સવારે ગંભીર રીતે દાઝેલા શિવાને પરિવારજનો વધુ સારવાર માટે વેસુની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં હાલ શિવાની સારવાર ચાલી રહી છે. શિવા 60 ટકાથી વધુ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

અમદાવાદમાં બન્યો હતો અરેરાટી ભર્યો બનાવ
અમદાવાદમાં ઉત્તરાયણ પર અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. પક્ષીનો જીવ બચાવતા એક ફાયર જવાને જીવ ગુમાવ્યો હતો. બોપલની મેપલ સ્કીમ પાસે આ ઘટના બની હતી. અનિલ પરમાર નામના ફાયર જવાનનું વીજ કરંટથી મોત નિપજ્યુ હતું. પતંગ દોરીમાં ફસાયેલા ચામાચીડિયાને બચાવતા સમયે હાઇટેન્શન વીજ લઈને સ્પર્શ થતા ભડથું થઇ ગયા હતા. ઉત્તરાયણને કારણે અનેક જગ્યાઓએ પતંગના દોરા ફસાઈ જતા હોય છે. આ કારણે અનેક અબોલ જીવ આ દોરાઓમાં ફસાઈ જાય છે. આ કારણે આ અબોલ જીવોને બચાવવા માટે અનેક સંસ્થાઓ અભિયાન ચલાવે છે. તો ફાયર વિભાગ પણ પોતાના જીવને જોખમે દોરાઓમાં ફસાયેલા પક્ષીઓને બચાવતુ હોય છે. પરંતુ આ આ કામ કરતા સમયે અમદાવાદના એક ફાયર કર્મચારીનો જીવ ગયો છે.

ફાયર વિભાગનો કર્મચારી શહેરના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા ગયા હતા. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીને હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત નીપજ્યુ છે. આ સમાચારને પગલે પરિવાર અને ફાયરના આખા સ્ટાફમાં દુખનો માહોલ છવાયો છે. જોકે, હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news