રાજકોટ : અમરેલીના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સગા ભાઇ બહેન પિતાની નજર સામે જ પાણીમાં ડુબી ગયા હતા. જેથી ફાયર વિભાગ દ્વારા ભાઇ બહેનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાઓ પણ એકત્ર થઇ ગયા હતા અને બંન્નેનાં મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: લાંબા સમયથી વડોદરાના નાગરિકોની માંગ સરકારે સ્વિકારી, અશાંતધારો લાગુ

ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર નેસડી ગામમાં રહેતા 2 બાળકો નેસડી અને સમઢીયાળાની સીમમાં રહેતા હતા. નદીમાં નહવા માટે ગયા હતા. જે દરમિયાન ગોપી કાળુભાઇ સરવૈયા (ઉ.વ 12) અને માનવ કાળુભાઇ સરવૈયા (ઉ.વ 10 )પિતાની નજર સામે જ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. 


સુરત: રત્નકલાકારો Corona ના કારક ! ધરણા થાય તે પહેલા તમામની અટકાયત

ઘટનાની જાણ થતા સાવરકુંડલા મામલતદાર, નગરપાલિકાનાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ બંન્ને બાળકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચલાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજર સામે જ બાળકો ડુબી જતા પિતાની સ્થિતી ખુબ જ આધાતજનક થઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર