Women Reservation અમરેલી : દેશના રાજકારણમાં મહિલા અનામત લાગુ કરવા મામલે મોદી સરકારની આ મોટી સિધ્ધિ છે. છેલ્લા 27 વર્ષનો ઇંતજાર ખતમ થયો છે. મહિલા અનામત બિલ અંતર્ગત સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાની વાત છે. સરળ શબ્દોમાં સમજીએ તો લોકસભાની 543 બેઠકો છે જે પૈકીની 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ ઉપરાંત દેશમાં એસસી એસટી માટે જે 131 બેઠકો આરક્ષિત છે એમાંથી 43 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. પરંતુ એક તરફ જ્યા ભાજપ સરકાર મહિલા અનામત માટે બણગા ફૂંકી રહી છે, ત્યાં ગુજરાતની એક નગરપાલિકાએ વિચિત્ર ઠરાવ પાસ કરીને મહિલા નેતાઓની જાણે મજાક ઉડાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બગસરા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિચિત્ર ઠરાવ પસાર કરવામા આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, મહિલા સભ્યોના બદલે તેમના પતિદેવો વહીવટ કરી શકશે. મહિલા સદસ્ય પોતાના લોહીના સંબંધવાળા વહીવટમાં રાખી શકે એટલે કે પતિ. સાથે જ પાલિકાની સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પાલિકાની સાધારણ સભામાં જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન પણ મંગાવવામાં આવશે. 


ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે, અંબાલાલ પટેલની આગાહીથી રાજ્યમાં શુ થશે જાણો



ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ : અમેરિકામાં ખુલ્લુ મૂકાશે અમદાવાદ કરતા મોટું અક્ષરધામ


એક તરફ મહિલાઓને આગળ લાવવાની વાત છે, તો બીજી તરફ મહિલાને લોહીના સંબંધવાળા લોકોની મદદ કેમ લેવામાં આવે છે. શું બગસરા નગરપાલિકાની મહિલા નેતાઓ એટલી સક્ષમ નથી કે તેઓ વહીવટ કરી શકે. બગસરા નગરપાલિકાના આવા ઠરાવથી અનેક સવાલો ઉભા થયા છે. આ ઠરાવ વિશે બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેને જણાવ્યું કે, કોંગ્રેસના સદસ્યો અમને સભામાં લાઈવ ચાલુ કરે છે, તેથી અમે મહિલા નેતાઓએ સાથે મળીને મોબાઈલ પર પ્રતિબંધ લાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતાઓ ધમાલ કરે છે, તેથી અમને આવા ઠરાવ કરવાની જરૂર પડી. બધો વહીવટ મહિલાઓ જ કરશે. માત્ર તેઓ ત્યા પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર રહેશે. 


વડાપ્રધાન મોદી કહે સંસ્થાઓમાં ચૂંટાઈને આવેલી મહિલાઓ પોતે જ વહીવટ કરે, તેના પતિ નહિ. ત્યારે બગસરા નગરપાલિકાનો આ પ્રકારનો ઠરાવ કેટલો યોગ્ય ગણાય. શું મહિલા ખુદ જાતે ન લડી શકે, શું મહિલા નેતાઓ એટલી સક્ષમ નથી કે લોહીના સંબંધોવાળાને રાજનીતિમાં વચ્ચે લાવવા પડે.


યુકે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીનો કડવો અનુભવ, એવુ કેમ કહ્યું કે અહી ના આવતા!