કેતન બગડા/ અમરેલી: કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાતને પહોંચી વળવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી તાજેતરમાં રૂ. 1 કરોડ ફાળવ્યા હતા. જેમાંથી રૂ. 7.50 લાખનું એક એવા રૂ. 37.50 લાખના પાંચ અધ્યતન વેન્ટીલેટર અમરેલી સિવિલ એટલે કે શાંતાબા ગજેરા હોસ્પિટલને આપવામાં આવતા દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડિવીઝનલ હોસ્પીટલમાં 62 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાલ પુરજોશમાં શરુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે વાત કરતા અમરેલી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. વાળા જણાવે છે કે, તાજેતરમાં કોરોનની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાત હતી. જેના અનુસંધાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 1 કરોડની ગ્રાન્ટ તાત્કાલીક અસરથી ફાળવી હતી. આ ગ્રાંટમાંથી ખરીદવામાં આવેલા વેન્ટિલેટર અત્યાધુનિક છે. આ વેન્ટિલેટરમાંથી દર્દીને જરૂર પૂરતો જ ઓક્સિજન મળે છે અને અન્ય વેન્ટિલેટરની જેમ આમા ઓક્સિજનનો બગાડ થતો નથી.


આ પણ વાંચો:- કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા


આ વેન્ટિલેટરો અમરેલી સિવિલમાં દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખરા અર્થમાં આશિર્વાદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત વેન્ટિલેટર લો પ્રેશરની પરિસ્થિતિમાં પણ સારી રીતે કામગીરી કરે છે તેમજ હાઈ ફ્લો, ઈન્વેજીવ અને બાયપેપ જેવી સુવિધાઓ પણ હોવાથી દર્દીઓ માટે અત્યંત કારગર નીવડે છે.


આ પણ વાંચો:- Anand: રેલ્વે અને ખેડૂતો વચ્ચે વિવાદ, માલપરિવહન રેલ્વે પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું


અમરેલી જિલ્લામાં હાલ આકાર પામી રહેલા ઓક્સિજન પ્લાન્ટ વિશે વાત કરતા ડો. વાળાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઇ જતા દરરોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાય તેટલો જથ્થો પેદા થશે. જેથી હાલ અમરેલી જિલ્લામાં ઓક્સિજનની અછતની સમસ્યાને સંપૂર્ણપણે નિવારી શકાશે. જેથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube